Mysamachar.in-વડોદરા:
ગુજરાતમાં ભલે દારૂબંધી હોય છતાં પીવાવાળા પીવાનો મોકો અને માલ શોધી જ લે છે, ત્યારે પ્યાસીઓને પીવાનું પહોચાડવા નીતનવા કીમીયાઓ પણ સમયાંતરે સામે આવતા રહે છે, ત્યારે વડોદરામાં ફૂડ ડિલિવરી બોય બીયરની હેરાફેર કરતો ઝડપાયો હતો. ફૂડ ડીલીવરી કરતી જાણીતી કંપની સ્વીગીનો ડિલિવરી બોય તેની બેગમાં બીયરના જથ્થા સાથે ગોત્રી રોડ પરથી પસાર થવાનો છે. તેવી માહિતીને લક્ષ્મીપુરા પોલીસે ગોત્રી રોડ પર આવેલા નંદીશ કોમ્પલેક્ષ નજીક વોચ ગોઠવી હતી અને ત્યાંથી બાઇક પર પસાર થઇ રહેલા સ્વીગીના ડિલિવરી બોય રાહુલને રોક્યો હતો. અને તેની બેગ ખોલીને તપાસ કરી હતી. જેમાંથી પોલીસને બિયરના 6 ટીન પણ મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને બીયરના ટીન, મોબાઇલ અને બાઇક સહિતનો 40 હજારનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.