Mysamachar.in-વડોદરા:
આજનો સમય સોશ્યલ મીડિયાનો સમય છે,ત્યારે યુવકો અને યુવતીઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી એક બીજાના સંપર્કમાં ઝડપથી આવી જતાં હોય છે,અને એક બીજા પર વિશ્વાસ પણ મૂકે છે,ત્યારે ઘણી વખત આવા કિસ્સાઓમાં પસ્તાવાનો પાર પણ રહેતો નથી,આવોજ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે,જેમાં કારેલીબાગ વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય મહિલા સાથે ફેસબુક પર મિત્રતા કેળવ્યા બાદ ફેસબુક અને વોટસઅપ પર ચેટીંગ કરીને ચેટીંગની મહિલાના પતિને જાણ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઇલ કરનારા ખેડાના નિકુંજ સોનીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે,નિકુંજ સોનીએ મહિલા પાસે બળજબરીથી ૩૦ લાખના ફ્લેટની પાવર ઓફ એટર્ની લખાવી ૧૨ લાખ રોકડા અ્ને ૧૦ તોલા દાગીના પડાવી લીધાનું પણ સામે આવે છે,
મહિલાએ પોલીસને કહ્યું કે ૬ માસ પૂર્વે તેણીને ફેસબુક પર નડીયાદના નિકુંજ સોનીનો સંપર્ક થયા બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી,બંને ફેસબુક અને વોટસઅપ પર ચેટીંગ કરતા હતા.ત્યારબાદ નિકુંજ મહિલાના ઘેર પણ ઘણી વાર આવ્યો હતો,જે બાદ નિકુંજે મહિલાને બ્લેકમેઇલ કરી ધમકી આપવાનો સિલસિલો શરૂ કર્યો હતો,જેથી કંટાળેલી મહિલા આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નિકુંજને ઝડપી પાડી અને તેની પાસેથી મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે,આમ સોશ્યલ મીડિયામાં વણવિચાર્યે એકબીજાથી આકર્ષાય જતાં લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન પણ છે.