Mysamachar.in-વડોદરા:
તમારા ઘરે વિવિધ યોજના હેઠળ લાભ આપવા માટે જરૂરી કાગળો કોઈ માંગવા આવે તો લાલચમાં આવતા પહેલા ખરાઈ કરી લેજો, નહિતર તમારા કાગળોનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા રહેલ છે. સામે આવેલા એક કિસ્સા મુજબ વિધવા સહાયના કાગળો મેળવીને મૃત વ્યક્તિના નામે વીમો ઉતારીને પોલીસી પકવવાનું કૌભાંડ વડોદરામાં સામે આવ્યુ છે,
વીમા પોલીસી પકવવાના બનાવની વાત જાણે એમ છે કે, મહિસાગર જિલ્લાના વિસુરમુવડા ગામના રૂપાભાઈ પટેલીયાનુ ૨૦૧૪માં અવસાન થયું હતું. ત્યારબાદ તેમની વિધવા પત્ની પાસે વિક્રમ બારૈયા નામનો શખ્સ જઈને વિધવા સહાય માટે જરૂરી ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, એલ.સી., ફોટા વગેરે મેળવીને ૨૦ લાખ રૂપિયાનો વીમો ઉતારીને રૂપાભાઈને જીવિત કર્યા હતા. ત્યારબાદ રૂપાભાઈને ૨૦૧૫માં અવસાન પામેલ હોવાનું દર્શાવી વીમાનું ક્લેઇમ મેળવવા માટે વીમા કંપનીમાં અરજી કરી હતી,
દરમ્યાન ભારતી એકસા લાઈફ વીમા કંપનીના વડોદરા રહેતા સેલ્સ મેનેજર રાહુલગીરીએ વીમા પોલીસીની ખરાઈ કરતા બોગસ વીમા પોલીસી ઉતારી હોવાનું સામે આવ્યું હતું. આથી તેમણે કંપનીના જ એજન્ટ, મેનેજર સહિત ૭ શખ્સો સામે CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે અને CID ક્રાઇમે હાલ તો બે શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.