Mysamachar.in-વડોદરા:
સમાજ જીવનમાં પવિત્ર લગ્ન સંબંધોનું ઘણું મહત્વ છે, યુવતીઑ અનેક અરમાનો સાથે લગ્ન સંસારમાં પ્રવેશ કરતી હોય છે,તેવામાં પતિ દ્વારા ત્રાસ આપીને મિત્રોની સાથે સેટીંગની છૂટ આપી અને સસરા દ્વારા ધંધો કરવાનું જણાવીને પરિણીતાને ત્રાસ આપી કાઢી મૂકવામાં આવી હોવાનો સ્ત્રી અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે,
સ્ત્રી અત્યાચારના બનાવની મળતી વિગત મુજબ મેટ્રોસીટી વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી કોમલબેન (નામ બદલેલ છે)ના ત્રણ વર્ષ પહેલા કિશોર નામના વ્યક્તિ સાથે લગ્ન થયા હતા.લગ્નના એક માસ બાદ કોમલબેનને સાસરીયા દ્વારા ત્રાસ આપવાનું શરૂ કર્યું અને પતિ ગંદી માનસિકતા ધરાવતા હોય તે તેમના મિત્રોને ઘરે બોલાવીને કોમલબેન સામે આંગળી ચીંધી મિત્રોને જણાવતા કે,તમારે આની સાથે સેટીંગ કરવું હોય તો તેની છૂટ છે.
ઉપરાંત પતિએ તેમના મિત્રોને પત્નીનો મોબાઈલ નંબર આપતા પતિના મિત્રો દ્વારા બીભત્સ માંગણી કરીને પજવણી કરતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે,
આમ ત્રણ વર્ષના લગ્નજીવન બાદ પરિણીતાને મારકૂટ તેમજ સસરા દ્વારા સતત પૈસાની માંગણી કરીને તારે જે કરવુ હોય તે કર,ધંધો કરીને પણ મને પૈસા જોઈએ તેવું જણાવીને ભયંકર ત્રાસ સહન કર્યા બાદ વાજ આવી ગયેલ પરિણીતાએ પતિનું ઘર છોડીને સાસરીયા સામે જંગે ચડતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે,
પોલીસને પરિણીતાએ પોતાની સાથે સાસરીયા દ્વારા આચરવામાં આવેલા ભયંકર દુ:ખ ત્રાસનો અને પતિ,સસરાની ગંદી માનસિકતાનો ભાંડાફોડ કરીને ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો..