Mysamachar.in-કચ્છ
પ્રજાના ચુટાયેલા પ્રતિનિધિઓ પણ લાંચ લેવામાં પાછળ નથી અને આ સડો ગ્રામીણ વિસ્તારોમાં ધીમે ધીમે ખુબ વધી રહ્યો છે, એવામાં ભુજ જીલ્લાના કુકમા જૂથ પંચાયતના મહિલા સરપંચ વતી તેમના પતિ અને અન્ય 2 સબંધીઓને એસીબીએ લાંચના નાણા લેતા ઝડપી પાડ્યા છે, આ કેસની વિગતો પર નજર કરવામાં આવે તો આ કેસના ફરીયાદી એક માઈન્સ અને મીનરલ્સ કંપનીમાં રેવન્યુને લગતું કામ કરતા હોય આ કંપનીના ઔઘોગીક બાંઘકામ કરવા માટે ગ્રામ પંચાયતની આકારણી તથા બાંઘકામ મંજૂરી કરી આપવા અને કંપની વિરુદ્ધ અન્ય કોઈ કાર્યવાહી નહી કરવા મહીલા સરપંચ કંકુબેન અમરતભાઈ મારવાડા ફરિયાદી પાસેથી પાંચ લાખ રુપીયાની લાંચ માંગેલ અને અગાઉ એક લાખ રુપીયા લાંચ રુપે લઈ લીઘેલ બાકીના ચાર લાખની લાંચ માટે તેઓએ ફરિયાદીને જણાવેલ કે આ નાણાંની રકમ વધારે હોય તે લેવા મારા વતી મારા પતિ તથા અન્ય સંબંધીઓ તમારો સંપર્ક કરશે ત્યારે તમે આ નાણાં તેમને આપી દેશો અને અન્ય વહીવટી બાબતો મારા વતી તેઓ તમોને કહેશે.
પરંતુ આ કામના ફરીયાદી તેઓને લાંચ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ફરિયાદ અન્વયે ગોઠવાયેલ ટ્રેપ દરમ્યાન સરપંચ વતી તેમના પતિ અમૃતભાઈ બેચરભાઈ મારવાડાઅને અન્ય બે સંબંધીઓ રવજીભાઈ આચુભાઈ બોચીયા અને રીતેશભાઈ રવજીભાઈ બોચીયા લાંચના નાણાં 4 લાખ લેતા ઝાડપાઈ ચુક્યા છે જયારે મહિલા સરપંચને શોધવા એસીબી મથામણ કરી રહી છે.