mysamachar.in-અમદાવાદ:
સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર પોલીસ મથકના પી.એસ.આઈ. અને જમાદાર લાંચ લેતા ઝડપાયા તેને હજુ તો કલાકો માંડ થઈ છે,ત્યાં અમદાવાદના વિરમગામ આર.પી.એફ. પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર વતી લાંચ લેતા હેડ કોન્સટેબલ અને બાદમાં ઈન્સ્પેકટરને પણ એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે ઝડપી પાડ્યા છે.
આ કેસના ફરીયાદીનો ટ્રક તા.25/11/18 ની રાત્રીના વિરમગામ પાસે,સોકલી રેલ્વે ફાટક સાથે અથડાતા આર.પી.એફ.એ ગુન્હો દાખલ કરી ડ્રાઈવર ને અટક કરી ટ્રક પકડી પાડેલ..બાદમાં વિરમગામ રેલ્વે પોલીસના હેડ કોન્સટેબલ સુરેશ જેઠાભાઇ સોલંકીએ જો ફરીયાદી ને ટ્રક છોડાવવા પોઝીટીવ અભિપ્રાય આપવા ફરીયાદી પાસેથી ઈન્સ્પેકટર રવિકુમાર ગોડ વતી રૂ.25,000/-ની લાંચની માંગણી કરેલ અને રકજકના અંતે રૂ.7,000/- આપવાનુ નકકી થયેલ
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.માં ફરીયાદ કરતા જે આધારે આજરોજ આર.પી.એફ.પો.સ્ટે.ના દરવાજા પાસે, વિરમગામ રેલ્વે સ્ટેશન,પ્લેટફોર્મ-1 જી.અમદાવાદવિરમગામ મુકામે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન હેડ કોન્સટેબલએ ફરીયાદી પાસેથી પંચની હાજરીમા રૂ.7,000/-ની લાંચની માંગણી કરી સ્વીકારી આ બાબતે ઈન્સ્પેકટર ગોડની ચેમ્બરમા રુબરુ લઈ જઈ વાતચીત કરાવતા એ.સી.બી.એ આર.પી.એફ. ઈન્સ્પેકટર રવિકુમાર ગોડ અને સુરેશ જેઠા સોલંકીને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
આ કાર્યવાહી મદદનીશ નિયામક એ.સી.બી.રાજકોટ એચ.પી.દોશીના સુપરવિઝન હેઠળ પી.આઈ.એન.કે.વ્યાસ તથા તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.