my samachar.in-અમદાવાદ:
આજે હાર્દિક પટેલના અલ્ટિમેટમ મુજબ ઉપવાસ આંદોલનને પગલે ગુજરાતનાં લગભગ તમામ જીલ્લામાં ગઇકાલ થી ૧૪૪ની કલમ હેઠળ કલેક્ટરો દ્વારા જાહેરનામું બહાર પાડી દઈને ચાર વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ન બગડે તે માટે દરેક જીલ્લા મથક ઉપર પોલીસ દ્વારા નાકાબંધી કરીને અમદાવાદ ઉપવાસ આંદોલન સ્થળે જતાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે,
આજે અમદાવાદ ગ્રીનવૂડ ખાતે પોતાના નિવાસસ્થાનેથી જ ઉપવાસ આંદોલન પર બેઠેલા હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, ઉપવાસ આંદોલન સ્થળે આવતા ૧૬૦૦૦ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઇ છે અને જામનગર,કાલાવાડથી આવતી ૮ જેટલી બસોને ચોટીલા પાસેથી રોકી દેવામાં આવી છે ભાજપ સરકાર આંદોલન રોકવા માટે સામ-દામ-દંડ ની નીતિ અપનાવી પોલીસનો ઉપયોગ કરી રહી છે ત્યારે આ આંદોલન અટકવાનું નથી જે-ને જે કરવું હોય તે કરી લે, ઉખેડવું હોય તે ઉખેડીલે આંદોલનમાં કોઈ ફેર નહીં પડે તેવો હૂકાર પણ હાર્દિક પટેલે કર્યો છે,
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, ભાજપ સરકાર નિર્દયતાથી વર્તી રહી છે, મારા ઘરે પીવા માટે પાણી પણ આવવા દેતા નથી અને માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો છે કાર્યકરોને અમદાવાદ આવતા પોલીસ અટકાવતી હોય આથી તમામ તાલુકા મથકો ઉપર ઉપવાસ આંદોલન પર બેસી જવાનું કાર્યકરોને મીડિયાના માધ્યમથી આહવાન કર્યું હતું,
આમ આજે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને ભારે ઉતેજ્નાનું વાતાવરણ છવાયું છે ત્યારે ગુજરાતમાં તમામ હાઇવે મથક સહિત અમદાવાદમા મોટા પાયે એસ.આર.પી.જવાનોની ટુકડીઑ તેમજ પોલીસ કાફલો ખડકી અભેદ કિલ્લેબંધી કરવામાં આવી છે.
હાર્દિક પટેલ નું આંદોલન કોંગ્રેસ પ્રેરિત:નીતિન પટેલ
રાજ્યમાં ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામત આપવાના મુદે હાર્દિક પટેલ દ્વારા આજથી ફરી ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે,ત્યારે આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે,વિધાનસભા વખતે પણ આ જ રીતે આંદોલન શરૂ થયું હતું અને હવે જયારે લોકસભાની ચુંટણી આવી રહી છે ત્યારે પણ આ આંદોલનને કોંગ્રેસના ઈશારે વેગ આપવામાં આવી રહ્યાનું નીતિન પટેલ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.