Mysamachar.in:ગાંધીનગર
ખેડૂતોના પ્રશ્નો માટે સદાય સજાગ એવા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને મળતા પ્રશ્નો પરથી તેવાઓએ રાજ્યના મહેસુલ વિભાગને એક પરિપત્ર લખી અને નામ સુધારા માટે કચેરીમાં જ આવનાર અરજદારનો રેકોર્ડ સુધરી જાય તેવી રજૂઆત કરતા મહેસુલ વિભાગે આ કૃષિમંત્રી રાઘવજી પટેલની આ રજુઆતને હકરાત્મક પ્રતિસાદ આપી અને તુરંત જ રાજ્યના તમામ કલેકટરોને લેખિત આદેશ કરી દીધો છે જેમાં જણાવાયું છે કે..
ગુજરાત સરકારની તાલુકા મામલતદાર કચેરીમાં ભૂતકાળમાં ખેડૂતોના હુલામણા નામ હોય તેમા ખાલી ભાઇ, કુમાર, કે જી જેવા શબ્દોમાં પણ સામાન્ય સુધારો મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવતો ન હોઇ ખેડૂતોને બેંક ધિરાણ મેળવવામાં કે પાક વિરાણ મેળવવામાં ખૂબ તકલીફ પડતી હોવાથી જો ખેડૂતોનો ઈરાદો શુધ્ધ હોય તેવા કિસ્સામાં 7/12 ભાઇ, કુમાર, કે જી જેવા સામાન્ય શબ્દોમાં સુધારો કરવા બાબતની રજુઆતને ગ્રાહ્ય રાખી મહેસુલ વિભાગે તમામ જીલ્લા કલેકટરોને આ અંગે લેખિત આદેશ પણ કરી દીધો છે.