Mysamachar.in:ગાંધીનગર
ગાંધીનગરના કલોલ પાસે એસટી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે, આ અકસ્માતમાં ચારના મોત નિપજ્યા છે. કલોલ અંબિકા પાસે પાછળથી આવતી ખાનગી બસને ત્યાં ઉભેલી એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. અંબિકા પાસે ઉભેલી એસટીને પાછળથી આવતી ખાનગી બસે ટક્કર મારી હતી. જેમાં ચાર મુસાફરો મોતને ભેટ્યા છે.
આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.જેથી બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને ST બસે કચડી નાખ્યાં હતા. બસના તોતિંગ ટાયર મુસાફરો પર ફળી વળતા 4 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 7 મુસાફરોને ઈજા પહોંચી હતી.
કલોલ અંબિકા બસ સ્ટેન્ડ ઉપર મુસાફરો પોતાના કામ ધંધા અર્થે વાહનની રાહ જોઈને ઉભા હતા. એ વખતે એક વાદળી કલરની એસ.ટી બસ રોડ પર ઉભી હતી. જેની આગળ મુસાફરો બસની વાહનની રાહ જોઈને ઉભા રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક લકઝરી ગાડીના ચાલકે પોતાની લકઝરી પૂરપાટ ઝડપે અને ગલતભરી રીતે હંકારીને વાદળી કલરની એસ.ટી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે બસ એક દમ આગળ ધકેલાઈ ગઈ હતી. એજ ઘડીને ત્યાં ઉભેલા મુસાફરો ST બસની હડફેટે આવી ગયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં 4 મુસાફરોનાં સ્થળ પર મોત નિપજ્યા છે. પોલીસ સ્થાનિક આગેવાનો સહિતનાઓ સ્થળ પર અને હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.