Mysamachar.in:ગાંધીનગર
છેલ્લા કેટલાક સમયથી ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા મુસીબતોનો સામનો કરી રહ્યા હતા. આખરે ગુજરાત સરકારે ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રશ્નોત્તરી દરમિયાન જાહેરાત કરી કે, લાલ ડુંગળીના બજાર ભાવ પોષણક્ષમ ભાવો ન મળતાં 70 કરોડની સહાય અપાશે. સાથે જ ટ્રાન્સપોર્ટ સબસીડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે.