ગાંધીનગર:સમગ્ર રાજ્યમાં તમામ ટુવ્હીલર,ફોરવ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે HSRP એટલકે કે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી ફરજીયાત બનાવવમાં આવ્યા બાદ સરકાર દ્વારા આ કામગીરી રાજ્યમાં પૂર્ણતા ને આરે જ ના આવતા વારંવાર મુદતો લંબાવવાની છેલ્લા કેટલાય સમયથી ફરજ પડી રહી છે,ત્યારે આજે HSRP નંબર પ્લેટ ફીટ કરાવવાની મુદત પૂર્ણ થઇ રહી હતી,ત્યાં જ સરકારે વધુ એક વખત મુદતમાં વધારો કર્યો છે,અને HSRP નંબર પ્લેટ વાહનો મા ફીટ કરાવવા માટે ૩૧ ઓગસ્ટ સુધીની મુદત લંબાવી છે.