mysamachar.in-ગાંધીનગર:રાજ્યસરકારના શિક્ષણવિભાગ દ્વારા આગામી નવરાત્રી દરમ્યાન શાળા કોલેજમાં રજા રાખવાનો અતિ મહત્વનો નિર્ણય કર્યો છે,રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન આ અંગેની ગઈકાલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આગામી 10 ઓક્ટોબરના રોજ નવરાત્રીના પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શાળા કોલેજમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓમાં આ પર્વને લઇને અનેરો ઉત્સાહ હોય છે પરંતુ શાળા કોલેજનું શિક્ષણકાર્ય ચાલુ હોવાના કારણે નવરાત્રીના પર્વની ઉજવણી બરોબર કરી શકતા ન હોવાથી યુવકો અને યુવતીઓને મુશ્કેલી પડતી હતી,નવરાત્રીના વેકેશનના નિર્ણયના કારણે શાળા કોલેજના શિક્ષણકાર્યમાં કોઈ અસર નહીં પડે તેવું પણ વીભાવરીબેન એ પોતાની જાહેરાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું,
પણ જેવી વિભાવરીબેન દવેની નવરાત્રીમા વેકેશનની જાહેરાત અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે રૂપાણી નો જવાબ હતો કે મને આ મામલે કઈ ખ્યાલ નથી તેવો જવાબ આપતા ભારે આશ્ચર્ય ફેલાયું છે..હવે જો રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના મંત્રીઓ વચ્ચે જ આવા મહત્વના નિર્ણયો અંગે કોઈ સંકલન ના હોય તો સરકારના અધિકારીઓમા મહત્વની બાબતોને લઈને કેવું સંકલન હશે?તે સમજી શકાય તેવી વાત છે,
આ મામલામાં થયું એવું કે રાજ્યકક્ષાના મંત્રી એ તો નવરાત્રી વેકેશન ની જાહેરાત કરી દીધી છે પણ રાજ્યના મુખ્યમંત્રી જ આ બાબત થી અજાણ હોય ત્યારે આ બાબતને લઈને હાલ તો અવઢવ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.