Mysamachar.in:સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામાં રેતી, કોલસો, માટી વિગેરે ખનીજનુ ગેરકાયદેસર ખનન કરવા માટે ભુમાફીયા ઇસમો દ્વારા વોટસએપ ગૃપ બનાવેલ છે અને તેના દ્વારા સરકારી વિભાગના અધિકારીઓ કે જેઓ ખનન પ્રવૃતિ અટકાવવા માટેની ફરજ બજાવે છે તેવા અલગ અલગ શાખાના અધિકારીઓ ઉપર વોચ રાખી તેઓના તથા તેમની ગાડીઓના લોકેશન, વોટસએપ ગૃપમાં શેર કરી તથા આવા ગૃપના અન્ય સભ્યો જીલ્લામાં અલગ અલગ જગ્યાએ વોચમાં હાજર રહી, કાયદેસરની કાર્યવાહી કરવા ફીલ્ડમાં નીકળનાર અધિકારીઓની તમામ પ્રકારની હરકત બાબતે ગૃપમાં મેસેજની આપ-લે કરી સરકારી અધિકારીઓની કાયદેસરની કાર્યવાહીથી બચી રહેલ હોય, તેવા ઇસમો શોધી કાઢી તેઓ વિરૂધ્ધ દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરવા સુરેન્દ્રનગર એલ.સી.બી. તથા એસ.ઓ.જી સ્ટાફ વોચમાં હતા….
દરમિયાન મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમયાન ચોકકસ બાતમી હકીકત મેળવી આરોપીઓ કાનાભાઇ હકાભાઇ સાતોલા, ચકાભાઇ મફાભાઇ સાતોલા, ગોપાલ મફાભાઇ સાતોલા ત્રણેયનો ધંધો, કોલસાનો કોન્ટ્રાકટ ત્રણેય રહે.ધોળીયા ગામ તા.મુળી વાળાઓને રામપરડા ગામના બોર્ડ પાસેથી પકડી પાડેલ. ત્રણેય ઇસમોના મોબાઇલ ચેક કરતા તેમાંથી અલગ અલગ વોટસએપ ગૃપ મળી આવેલ જે વોટસએપ ગૃપમાં અનુક્રમે MA શક્તિ ગૃપ, “માં મેલડીની મોજ” ગૃપ, “જય માંડવરાયજી દાદા” તથા અન્ય વોટસએપ ગૃપમાં ગૃપના સભ્યો દ્વારા અલગ અલગ અધિકારીઓની હાજરી બાબતે વોઇસ મેસેજ કે ટેકસ મેસેજથી ગૃપમાં પુછતા ગૃપના વોચમાં રહેલ પોતે તથા અન્ય સભ્યો દ્વારા અધિકારીઓની હાજરી બાબતે વોઇસ મેસેજ કે ટેકસ મેસેજથી વોઇસ મેસેજની સાથોસાથ સરકારી ગાડીઓના ફોટોગ્રાફ સાથેની માહીતીની આપ-લે કરેલ હોવાનુ જણાય આવેલ.
જેથી ત્રણેય ઇસમોની ઉંડાણપુર્વક પૂછપરછ કરતા જણાવેલ કે એમ ત્રણેય મુળી તાલુકાના ધોળીયા ગામે અલગ અલગ જગ્યાએ પોત-પોતાનુ કોલસાનું ખાતુ મજુરો રાખી ચલાવી ખનીજ ચોરી કરવા સારૂ તે કોલસાનું ખાતુ સક્ષમ અધિકારીઓ દ્વારા પકડી લેવામાં ન આવે, સક્ષમ અધિકારીઓ ત્યા પહોંચે તે પહેલા તેઓની હાજરીની જાણ થઇ જાય તો મજુરોને ભગાડી મુકી પોતાની ખનીજ ચોરીની પ્રવૃતિ ન પકડાય તે સારૂ ઉપરોકત વોટસએપ ગૃપમાં સભ્ય તરીકે જોડાઇ, અન્ય સભ્યોની માફક પોત-પોતાના વિસ્તારમાં હાજર રહી સરકારી અધિકારીઓની હરકત તથા તેઓની સરકારી વાહન સાથેની તમામ માહીતીની વોટસએપ ગૃપમાં આપ-લે કરી ખનીજ ચોરીનુ સુવ્યવસ્થિત રેકેટ ચલાવતા સભ્ય તરીકે એકસમાન ઇરાદે ભુમિકા ભજવતા હોવાની કબુલાત આપતા ત્રણેયને પકડી પાડી, પકડાયેલ ત્રણેય આરોપીઓ, ગૃપના ગૃપ એડમીન, તથા ગૃપના સભ્યો તથા તપાસમાં ખુલે તે અન્ય તમામ ઇસમો સામે મુળી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.