Mysamachar.in-રાજકોટ:
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કામ ચાલી રહ્યું હોવાને કારણે વારંવાર અકસ્માતના બનાવો સામે આવતા રહે છે, એવામાં આજે આ જ હાઈવે પર વધુ એક બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત બામણબોર નજીક સર્જાયો હતો. જ્યાં ખાનગી બસ રસ્તા પરથી ઉતરી ગઇ હતી અને રસ્તાની બાજુમાં નાળામાં ખાબકી હતી. અકસ્માતમાં 15 મુસાફરોને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે મુસાફરો ભરેલી બસ બામણબોર નજીકથી પસાર થઇ રહી હતી, ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. અચાનક જ બસ રસ્તાની સાઇડમાં ઉતરી ગઇ હતી અને નાળામાં ખાબકી હતી. આ ઘટનામાં 15 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.
























































