Mysamachar.in-રાજકોટ:
દિવસે ને દિવસે લાંચિયાઓની સંખ્યા વધી રહી છે, એવામાં રાજકોટ એસીબી ટીમે એક સફળ ટ્રેપ કરી છે. આ કેસની એસીબી પાસેથી મળતી વિગતો મુજબ આ કેસમાં ફરીયાદિને વર્ષ 2017/18 માં રાજકોટ જીલ્લાના ગોંડલ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, જસદણ, વિંછીયા, જામકંડોરણા તાલુકામાં આવેલ આરોગ્ય કેન્દ્રોના પરચૂરણ સમાર કામો માટેનો એક કરોડ પુરાનો એન્યુઅલ રેન્ટ કોન્ટ્રાકટ (A.R.C.) પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ ગાંધીનગર તરફથી મળેલો. જે મળેલ કોન્ટ્રાકટ મુજબ ફરીયાદીએ અલગ-અલગ જગ્યાએ કામો કરેલા જે કરેલ કામોના ગેરી દ્વારા કરવામાં આવેલ મટીરીયલ ટેસ્ટીંગ રીપોર્ટ આવતા બાકીની રકમ ફરિયાદીના બેંક ખાતામાં જમા થયાના તથા અગાઉના વહીવટના બાકી રહેલ રકમ મળી કૂલ રૂ.15,000 ની લાંચની માંગણી કરેલ..
.. જો કે રકઝકના અંતે છેલ્લે રૂ.7500 આપવાનો વાયદો થયેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. રાજકોટ શહેર ખાતે આવી ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે રાજકોટ ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન મનજીભાઇ ભાણાભાઇ લુવાર, અધિક મદદનીશ ઇજનેર, (કરાર આધારિત), પી.આઇ.યુ. (પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ) હેલ્થ વિભાગ, રાજકોટ રહે. રાજકોટ પંચોની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ માંગી, સ્વીકારી ઝડપાઇ ગયો હતો આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમ વી.કે.પંડ્યાના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ગોહિલ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી છે.