Mysamachar.in-
ગુજરાતમાં રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણી પંચની ટીમ પણ રવિવારથી ગુજરાતના પ્રવાસે આવી રહી છે. નાયબ ચૂંટણી કમિશનરના અધ્યક્ષસ્થાને આવી રહેલી આ ટીમનો ચાર દિવસનો પ્રવાસ એટલે મહત્વનો મનાય છે કેમ કે 20મીએ દિલ્હી પરત ફર્યા બાદ આ ટીમ ચૂંટણી પંચને પોતાનો રીપોર્ટ આપશે અને તે પછી ગણતરીના દિવસોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થશે. આજે રવિવારે રાજકોટથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે..
આ ટીમ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠકો યોજીને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, સંવેદનશીલ મતદાન મથકો, મતદાન મથકો પરની સુવિધા, પોલીસ ફોર્સ અને પેરા મિલેટ્રી ફોર્સની ઉપલબ્ધતા અને જરૂરિયાત, ઇવીએમ મશીનની વ્યવસ્થા, ટ્રેનીંગ, ચૂંટણી કામગીરી માટે રોકવાના થતા સ્ટાફની ફાળવણી સહિતી તમામ બાબતોનો આખરી રીવ્યુ કરશે.
આજે રાજ્યના ચૂંટણપંચના અધિકારીઓની રાજકોટમાં મહત્વની મીટીંગ યોજાવવા જઈ રહી છે જેમાં ઇલેક્શન કમિશનના ડેપ્યુટ કમિશ્નર રીંદેશ કુમારની આગેવાનીમાં બે અધિકારીઓ રાજકોટ ખાતે પહોચ્યા બાદ સૌરાષ્ટ્રના સાત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી 2022ની વિધાનસભા ચૂંટણીમાં માટે કેટલો સ્ટાફ, સંવેદનસિલ મલદાન મથકો, સુરક્ષા વ્યવસ્થાઓ, ઇવીએમ સહિતની બાબતોની માહિતીઓ અને સૂચનાઓનું આદાન પ્રદાન કરશે.