Mysamachar.in-રાજકોટ:
આજનો સમય સોશ્યલ મીડિયાનો સમય છે, અનેક સાઈટો ચાલે છે પણ તેમાં આંધળો ભરોષો મુકતા પૂર્વે ચેતવા જેવો એક કિસ્સો રાજકોટ જીલ્લામાંથી સામે આવ્યો છે, જેમાં નવસારી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા એક અધિકારી સાથે ઓનલાઇન ફ્રેન્ડશિપ કરી સજાતીય સંબંધ બાંધવાની લાલચ લેવી અધિકારીને ભારે પડી છે.
પ્રાપ્ત વિગતો મુજબ નવસારી ખાતે રહેતા અને નવસારી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મીને સોશિયલ સાઈટ પર મેસેજ મોકલી અને નંબર મેળવ્યા હતા. ત્યાર બાદ ફોન કરીને સજાતીય સંબંધ બાંધવાની માયાજાળમાં ફસાવી ઇદ્રીશ મુલતાની, ઇનાયત કુરેશી, હુસેન શેખ તેમજ સમીર નામના શખ્સે ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી મોટરસાયકલમાં બેસાડી અવાવરું જગ્યામાં લઈ જઈ માર મારી મોબાઇલ પે દ્વારા અલગ અલગ ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવી ટોટલ રૂ.46000ની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે ગુન્હો નોંધી ચારેય આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પણ સામે આવેલ આ ઘટના અન્ય લોકો માટે ચેતવણીરૂપ ચોક્કસથી છે.