Mysamachar.in-રાજકોટ
રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગની કામગીરી માટે મેગા બ્લોક લેવામાં આવશે, જેના કારણે રેલ ટ્રાફિકને તાત્કાલિક અસરથી 5 ઓગસ્ટ સુધી અસર થશે. જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 26.07.2022 થી 04.08.2022 સુધી રદ.
• ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 27.07.2022 થી 05.08.2022 સુધી રદ.
• ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ 01.08.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 19574 જયપુર-ઓખા એક્સપ્રેસ 02.08.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ 27.07.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 22907 મડાગાવ-હાપા એક્સપ્રેસ 29.07.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ 30.07.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 22940 બિલાસપુર-હાપા એક્સપ્રેસ 01.08.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ 26.07.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ 27.07.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 30.07.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 19016 પોરબંદર – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 31.07.2022 ના રોજ રદ
-આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19209 ભાવનગર – ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસરથી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી 03.08.2022 સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ 26.07.2022 થી 04.08.2022 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ તાત્કાલિક અસરથી 03.08.2022 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12268 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ 26.07.2022 થી 04.08.2022 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 25.07.2022, 28.07.2022, 30.07.2022 અને 01.08.2022ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસ 26.07.2022, 29.07.2022, 31.07.2022 અને 02.08.2022 ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 29.07.2022 ના રોજ જબલપુરથી ઉપડનારી ટ્રેન નંબર 11466 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ અમદાવાદ – સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 30.07.2022 ના રોજ સોમનાથથી ઉપડનારી ટ્રેન નંબર 11465 સોમનાથને બદલે અમદાવાદથી શરૂ થશે. આમ આ ટ્રેન સોમનાથ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:
• 30.07.2022 ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસને વાયા વિરમગામ, ધાંગધરા, માળીયા મિયાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
• 27.07.2022 ના રોજ કામાખ્યાથી ઉપડતી ટ્રેન નંબર 15668 કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસને વાયા માળિયા મિયાણા, ધાંગધરા, વિરમગામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
• 28.07.2022 ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાંદ્રા એક્સપ્રેસને વાયા માળિયા મિયાણા, ધાંગધરા, વિરમગામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
• 29.07.2022 ના રોજ બાંદ્રાથી ઉપડતી ટ્રેન નંબર 22951 બાંદ્રા – ગાંધીધામ એક્સપ્રેસને વાયા વિરમગામ, ધાંગધરા, માળીયા મિયાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચલાવવામાં આવશે.
રીશેડ્યુલ કરેલ ટ્રેનો:
• ટ્રેન નંબર 22969 ઓખા – વારાણસી એક્સપ્રેસ 04.08.2022 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમયથી 3 કલાક 30 મિનિટ મોડી ઉપડશે.
• ટ્રેન નંબર 16337 ઓખા – એર્નાકુલમ એક્સપ્રેસ 30.07.2022 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમયથી 6 કલાક 30 મિનિટન મોડી ઉપડશે.
• ટ્રેન નંબર 16614 કોઈમ્બતુર – રાજકોટ એક્સપ્રેસ 29.07.2022 ના રોજ કોઈમ્બતુરથી તેના નિર્ધારિત સમય કરતાં 4 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નંબર 22946 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 30.07.2022 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નંબર 19218 વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 30.07.2022 ના રોજ વેરાવળથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 45 મિનિટના મોડી ઉપડશે.
પુનઃસ્થાપિત ટ્રેનો:
• 26મી જુલાઈ, 2022ની ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ જે સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી હતી, આ બંને ટ્રેનોને હવે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ઉપરોક્ત બંને ટ્રેનો હવે તેમના નિયમિત સમયપત્રક મુજબ ચલાવવામાં આવશે.