Mysamachar.in-રાજકોટ:
આજનો સમય ભલે ટેકનોલોજીનો યુગ હોય પણ અંધશ્રદ્ધામાં માનનારા આજના આ સમયમાં પણ છે, આધુનિક યુગમાં આટલી બધી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ હોવા છતા લોકો અંધશ્રદ્ધામાં પડી પોતાના સંતાનોના જીવ જોખમમાં મુકી રહ્યા છે. આવો જ વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં ગોંડલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં સારવાર માટે બાકીને ખસેડાઈ છે. તેમજ સમગ્ર મામલે વિજ્ઞાન જાથા મેદાને આવ્યું છે. તેમાં બાળકીની મુલાકાત લઈ પરિવાર સાથે વાત કરી છે. 15 દિવસ પહેલા ડામ દીધા બાદ ગોંડલ હોસ્પિટલમાં સારવાર કરાવી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
ગોંડલના ગુદાળા ચોકડી પાસે રહેતા પરિવારે 2 માસની દીકરી બિમાર પડતા તેને હોસ્પિટલે લઈ જવાને બદલે તેને ડામ આપ્યા હતા. 15 દિવસ પહેલા ડામ દીધા બાદ ગોંડલ હોસ્પિટલમાં સારવાર કરવી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને વર્ષોથી ગુજરાતમાં રહે છે. આ પરિવાર હાલમાં ગોંડલમાં કડીયા કામ કરે છે. આ અંધશ્રદ્ધની ઘટનાની નોંઘ વિજ્ઞાન જાથાએ પણ લીધી છે.મૂળ મધ્ય પ્રદેશના વતની એવો પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં રહે છે. ત્યારે પોતાની બાળકીને તાણ, આંચકી અને તાવ આવતો હોય જેના કારણે શ્રમિક પરિવાર દાહોદના કટવારા ગામે ભૂવા પાસે લઇ ગયા હતા. જ્યાં ભૂવાએ દીકરીને સારું થાય તે માટે પેટના ભાગે ત્રણ જેટલા ડામ દીધા હોવાનું સામે આવ્યું છે.