My Samachar.in : રાજકોટ
રાજકોટમાં ગર્ભપરિક્ષણના રેકેટનો પર્દાફાશ થયો છે, શહેરમાં યુનિવર્સિટી રોડ પર બી.ટી સવાણી હોસ્પિટલ પાછળ શિવશક્તિ કોલોનીમાં એક મકાન ભાડે રાખીને તેમાં ગર્ભ પરીક્ષણ કરાઈ રહ્યું હોવાની રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી પંકજ રાઠોડની ફરિયાદને પગલે પોલીસે દરોડો પાડીને કૌભાંડ ઝડપી પાડ્યું છે.શિવશક્તિ સોસાયટીના મકાન નંબર 204માં ગર્ભ પરિક્ષણની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં BHMS ડો મુકેશ ટોળીયા, કમ્પાઉન્ડર અવેશ પીંજારા અને ગર્ભ પરિક્ષણ કરવા આવેલી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
આ ગોરખધંધો ચલાવવા માટે તબીબએ આ મકાન ભાડે રાખ્યું હતું અને તેમાં માત્ર રાત્રીના સમયે જ ગર્ભ પરિક્ષણ કરવામાં આવતું હતુ ડોક્ટરે પરિક્ષણ માટે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન રાખ્યું હતું અને તેનાથી પરિક્ષણ કરી તગડી ફી વસુલવામાં આવતી હતી. મહત્ત્વની વાત એ છે કે સ્થાનિક લોકોને પણ આ પ્રકારના કૌભાંડની ગંધ સુદ્ધાં આવવા દીધી નહોતી. પોલીસે અત્યારે આ ત્રણ જણની ધરપકડ કરી તબીબ અને કમ્પાઉન્ડરની સઘન પુછપરછ શરૂ કરી છે. આ બંનેએ અત્યાર સુધીમાં કેટલી મહિલાઓનું ગર્ભ પરિક્ષણ કર્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ એક પરીક્ષણના 10 હાજર વસુલવામાં આવતા હતા, અને જે મશીનથી સોનોગ્રાફી કરવામાં આવતી હતી તે મશીન નેપાળથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે, તો દરોડા સમયે જે મહિલા જે ઝડપાઈ તે પરીક્ષણ કરવા આવનાર મહિલાને પાંચ દીકરીઓ છે, પોલીસ આ મામલે વધુ કાર્યવાહી કરી રહી છે.