Mysamachar.in-રાજકોટ:
નાના બાળકો રમત રમતમાં ક્યારેક એવી હરકત અજાણતા કરી જાય કે બાળક સહીત તેનો પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઈ જાય..આવી જ એક ઘટના રાજકોટમાં બની જ્યાં એક બાળક સાથે રમત રમતા બાળકના નામકમાં મેટલનો બોલ્ટ ફસાઈ ગયો હો. જોકે, કોઈ પણ સર્જરી વગર બાળકના નાકમાંથી મેટલ બોલ્ટ દૂર કરાયો હતો. જેથી માતાપિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. બન્યુ એમ હતું કે, રાજકોટમાં મનોજ જોશીનો પરિવાર રહે છે. તેમને સંતાનમા મોનીત નામનો ચાર વર્ષનો દીકરો છે. રમતા રમતા મોનિતે નાકની અંદર મેટલનો બોલ્ટ નાંખ્યો હતો. જોતજોતામા આ મેટલનો બોલ્ટ શ્વાસ લેવાને કારણે ઉપર ચઢ્યો હતો અને અંદર ફસાઈ ગયો હતો. જમણી બાજુના નાકમાં મેટલનો બોલ્ટ ફસાતા તેને શ્વાસ લેવાની તકલીફ થઈ હતી. ત્યારે તેના માતાપિતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈને દોડ્યા હતા.
જે બાદ આ સફળ સર્જરી કરનાર તબીબ ડો હિમાંશુ ઠક્કર જણાવ્યું હતું કે મારી પાસે 4 વર્ષીય મોહિત જોશી નામના બાળકનો કેસ આવ્યો હતો, જેણે ઘરે રમતાં-રમતાં જમણી બાજુ નાકમાં મેટલ બોલ્ટ નાખી દીધો હતો. બાળકનાં માતા-પિતા જ્યારે મારી પાસે આવ્યાં એ સમયે તાત્કાલિક તપાસ કરી તો માલૂમ પડ્યું કે મેટલ બોલ્ટ નાકના ઊંડે ફસાઈ ગયો હતો, તેથી મેં કોઈપણ જાતનો વિલંબ કર્યા વિના બાળકને ઓપરેશન થિયેટરમાં લઇ દૂરબીન વડે નાકમાં જમણી બાજુ ફસાયેલા મેટલ બોલ્ટને દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ કાઢી આપ્યો હતો.પરંતુ આ કિસ્સા પરથી વાલીઓએ શીખ મેળવીને નાના બાળકો પર સતત ધ્યાન રાખવું જરૂરી છે તે વાત સ્પષ્ટ છે.