Mysamachar.in:રાજકોટ
હજુ તો ગઈકાલે જામનગર જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારી દેવેન્દ્રસિંહ પરમાર સામે એસીબીએ અપ્રમાણસરની મિલકત અંગેનો ગુન્હો દાખલ કર્યા બાદ વધુ એક કર્મચારી સામે લાંચની માગણી કર્યાનો ગુન્હો એસીબીએ નોંધ્યો છે.પંકજ રતીલાલ ખુંટ, તત્કાલીન જુનીયર એન્જીનીયર, વર્ગ-2, પી.જી.વી.સી.એલ. આજી-2 પેટા વિભાગીય કચેરી, વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુન્હો દાખલ થયો છે તેની વિગત પર નજર કરવામાં આવે તો અરજદાર રાજકોટ ખાતેના ગાંધી સ્મૃતી સુચીત સોસાયટીના રહેણાંક મકાનના મુળ માલીકના નામના વિજીટર વિજચોરી સબબ ઉતારવામા આવેલ જેની લેબોરેટરી ચકાસણી અર્થે હાજર રહેવા વિજગ્રાહકના પ્રતિનિધિ તરીકે સાહેદને ત્રણ મુદત આપવામાં આવેલ જે પૈકી પ્રથમ બે મુદતે સાહેદ હાજર રહેલ નહી અને છેલ્લી મુદતે સાહેદ હાજર રહેલ હોવા છતા આરોપી ખુંટએ વિજીટરની લેબોરેટરી ખાતે નિયમોનુસાર ચકાસણી નહી કરાવી વિજમીટર ચકાસણી અર્થે લેબોરેટરીમાં નહી મોકલવાના અવેજ પેટે સાહેદ પાસે મોબાઇલ ફોન ઉપર તા.28/9/2018 ના રોજ રૂ.20,000 માંગી રકઝકના અંતે રૂ.15,000 ની લાંચની માંગણી કરેલ. જેની અરજદાર દ્વારા પુરાવા સાથે અરજી કરવામાં આવતા અરજીની પ્રાથમિક તપાસના અંતે આ કામના આરોપીએ પોતાના રાજયસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, 15,000 ની લાંચની માંગણી કરી પોતાના માટે અનુચિત લાભ મેળવવા પ્રયત્ન કરેલ.જેથી આરોપી પકજ રતીલાલ ખુંટ, તત્કાલીન જુનીયર એન્જીનીયર, વર્ગ-2 પી.જી.વી.સી.એલ. આજી-2 પેટા વિભાગીય કચેરી, હાલ આટકોટ પી.જી.વી.સી.એલ. સબ ડીવીઝન કચેરીનાઓ વિરૂધ્ધ રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને-1988 ની કલમ 7{A) તથા 13(2) મુજબનો લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.