Mysamachar.in-રાજકોટ:
આજે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી રાજકોટની મુલાકાતે હતા જ્યાં તેવોએ પત્રકારો સાથે વાતચીતમાં જામનગર રેગીંગના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું કે જામનગરમાં થયેલા રેગીંગ કાંડ અંગે કડક પગલાં લેવામાં આવનાર હોવાનું પણ કહ્યું હતું. જામનગરની સરકારી ફીઝીયોથેરાપી કોલેજમાં બનેલી રેગીંગની ઘટના અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, આ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્યમાં રેગીંગની ઘટના ભૂતકાળ બની જાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જામનગર જ નહીં એક પણ શહેરમાં રેગીંગ ઘટના બને નહીં તે માટે પ્રયત્ન કરવામાં આવશે. અને જામનગર રેગીંગનાં પ્રકરણમાં સામેલ તમામ સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવશે.