Mysamachar.in-રાજકોટ:
ઘરમાં નાના બાળકો અને બાળકોને લઈને જો કોઈ અજાણી જગ્યાએ જઈએ છીએ તો વિશેષ કાળજી રાખવી જોઈએ અન્યથા કોઈ દુર્ઘટના પણ આકાર લઇ શકે છે, આવો જ કિસ્સો આજે રાજકોટમાં સામે આવ્યો જ્યાં ચોથા માળેથી નીચે પટકાઈ જતા મોતને ભેટી છે, પ્રાપ્ત વિગત અનુસાર આ પરિવાર પુણેથી સગાઈ પ્રસંગ માટે રાજકોટ આવ્યો હતો. સંબંધીએ પરિવારને ગોંડલ રોડ પર આવેલી પાઇનવિન્ટા હોટલના ચોથા માળે 403 નંબરના રૂમમાં ઉતારો અપાવ્યો હતો.. જ્યાં માતા-પિતાનું ધ્યાન ના રહેતા બે વર્ષની દીકરી રમતાં રમતાં બારીમાંથી નીચે પડી ગઈ હતી. ઘટનાને પગલે માસૂમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પુત્રીના મોતની જાણ થતાં માતા પણ આઘાતને કારણે બેહોશ થઈ જતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે. ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પુણેના રહેવાસી માનસીબેન રાજકોટમાં સગાઈ પ્રસંગ હોવાથી ગોંડલ રોડ પર આવેલી ધ પાઇનવિન્ટા હોટલમાં ચોથા માળે રોકાયાં હતાં. તેની પુત્રીનું નામ નિત્યા છે તેમજ માનસીબેનના પતિનું નામ દીપેશભાઈ છે. આજે માતા-પુત્રી રૂમમાં હતાં ત્યારે પરિવારના સભ્ય મોબાઇલમાં વ્યસ્ત બનતાં રમી રહેલી નિત્યા ક્યારે બારીના ભાગે જતી રહી એનો ખ્યાલ રહ્યો નહોતો.રમતાં રમતાં નિત્યા બારીમાંથી નીચે પટકાઈ હતી અને ખાનગી ડ્રાઇવરને જાણ થતાં તેણે બૂમો પાડતાં હોટલના કર્મચારીઓ એકઠા થઇ ગયા હતા અને તેની માતાને જાણ કરવામાં આવી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ નિત્યાનું મોત નીપજ્યું હતું.,
ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ધ પાઇનવિન્ટા નામની હોટલ આવેલી છે. તેમાં પુનાથી રાજકોટ સગાઈ પ્રસંગમાં આવેલા એક પરિવારે રાત્રિ રોકાણ કર્યું હતું. તેની દોઢ વર્ષની પુત્રી નિત્યાએ સવારે સાડા આઠ વાગ્યે હોટલની બારી છે તે ખોલી હતી. બારીની બાજુમાં બાકડો હતો તેના પર તે રમતી હતી. માતા-પિતા મોબાઇલમાં વ્યસ્ત હોવાથી દીકરી અચાનક જ બારીમાંથી નીચે પડી ગઈ હતી. બાદમાં બાળકીને ગોકુળ હોસ્પિટલ ખસેડાઇ હતી પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.