Mysamachar.in-રાજકોટ
છોકરીના નામે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેઇક આઇ.ડી. બનાવી, કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી, રીકવેસ્ટ એકસેપ્ટ થતા વીડીયો કોલ કરી નગ્ન હાલતમાં રહી છોકરી સાથેના વીડીયો કોલીંગના સ્ક્રીનશોટ પાડી ફોટા વાયરલ કરવાની ધમકી આપી બીભત્સ માંગણી કરતા શખ્સને રાજકોટ સાઈબર ક્રાઈમ સેલે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલની યુવતીને થોડા દિવસો પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છોકરીના નામથી અજાણ્યા ઇન્સ્ટાગ્રામ યુઝરની ફોલો રીક્વેસ્ટ આવેલી જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની રીકવેસ્ટ એકસેપ્ટ કરતા બાદમાં સામેની વ્યક્તિએ સાથે ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરી યુવતીને વિશ્વાસમાં લઇ વીડિયો કોલીંગ કરી પરીચય મેળવવાનું કહ્યું હતું. યુવતીએ વીડીયો કોલ રીસીવ કરતા સામે કોઇ અજાણ્યો પુરુષ નગ્ન હાલતમાં હોય જે વીડિયો કોલ યુવતી કટ કરે તે પહેલા આરોપીએ પોતાના મોબાઇલમાં તેના સ્ક્રીનશોટ પાડી બાદમાં તે સ્ક્રીનશોટ યુવતીને મોકલી ફોટા વાયરલ કરવાની ધમકી આપી બીભત્સ માંગણી કરી હતી.
આ અંગે રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફે ડમી એકાઉન્ટનું ટેક્નિકલ એનાલીસીસ કરી તેમજ એનાલીસીસ આધારે મળેલી માહીતી તેમજ હયુમન ઇન્ટેલીજન્સથી આરોપી કીશન જેન્તીભાઇ ડાભી (રહે.વીરપુર જિ.રાજકોટ)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ રેન્જ વિસ્તારમાં જો અન્ય કોઇ સાથે પણ આ રીતે બનાવ બનેલ હોય તો અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.