Mysamachar.in-રાજકોટ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મકાનમાં ચાલતા ક્રિકેટ સટ્ટા પર ગાંધીનગરથી ડી.જી.ના સીઆઇ સેલે દરોડો પાડતા સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. ગતરાત્રીના અરસામાં ગાંધીનગરથી સીઆઇ સેલની ટીમ રાજકોટ ખાતે ત્રાટકી હતી. જેમાં ઓસ્ટ્રેલિયા-બાંગ્લાદેશના મેચ પર સટ્ટો રમાડતા 5 શખસ ઝડપી લીધા હતા. તેમજ 3.62 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
શહેરના જલારામ પ્લોટ 2 નજીક આફ્રિકા કોલોનીમાં સિલ્વર નેસ્ટ ફ્લેટ ખાતે આ દરોડા પાડવામાં આવ્યો હતો, દરોડા દરમિયાન પોલીસે ઓસ્ટ્રેલિયા-બાંગ્લાદેશ વચ્ચે T-20 મેચ પર સેશન્સ આધારે સટ્ટો રમાડતા કિશોર ચિતલીયા, જીજ્ઞેશ વાજા, અર્જુન ઉર્ફે સન્ની, પ્રેમલ રાયચુરા અને હિરેન સેજપાલની ધરપકડ કરી કુલ ટીવી, પ્રિન્ટર, ટેબલેટ, 26 મોબાઇલ ફોન સહિત કુલ 3 લાખ 62 હજાર 985 રકમનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં આરોપીઓની પૂછપરછ કરતા અન્ય બે શખસના રાજકોટના નામચીન બુકી અલાઉદિન અને દિપકના નામો ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.