Mysamachar.in-રાજકોટ
પ્યાસીઓ પોતાની પ્યાસ બુઝાવવા માટે ગમે ત્યાંથી માલનો મેળ કરે છે, તેમાં પણ અમુક વખત અમુક ઈસમો સારી બોટલોમાં હલકી કક્ષાનો દારુ પણ વેચાણ કરે છે, એવામાં રાજકોટમાંથી ખુબ જ આધુનિક ઢબથી બનાવી અને વેચાણ કરવામાં આવતા દારૂના અડ્ડા પર પોલીસે છાપેમારી કરી છે, રાજકોટ શહે૨ના કાલાવડ રોડ ઉપ૨ નિલકંઠ પાર્કમાં એક મકાનમાંથી દારૂ બનાવવાની આધુનિક ભઠી સાથે યુનિવર્સિટી પોલીસે સંજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને ઝડપી લીધો હતો અને 10હજા૨ની કિંમતનો સામાન અને 40 લીટ૨ દેશી દારૂ જપ્ત ર્ક્યો હતો.
આરોપીએ જુદી રીતે જ દારૂનો ધંધો ક૨વાનું નક્કી ર્ક્યુ હતું. આરોપીએ B.com સાથે કોમ્પ્યુટ૨નો કોર્ષ ર્ક્યો હતો. જેથી ગૂગલ પ૨ સર્ચ કરી વિદેશમાં કઈ રીતે દારૂ બનાવાય છે, ત્યાંના દારૂના પ્લાન્ટ કેવા હોય છે તે અંગે વિગતો મેળવી હતી અને પછી ભાડે મકાન રાખી તેમાં આધુનિક ભઠ્ઠી બનાવી હતી. દારૂની ભઠ્ઠીમાં ગ૨મ દારૂ ઉતરે તેને ઠંડો ક૨વામાં સમય લાગે છે. પરંતુ આ ભેજાબાજે દારૂ ઠંડો ક૨વા ખાસ કુલ૨ સિસ્ટમ બનાવી હતી. જેમાં દારૂ નાંખતા જ સીધો ઝીરો ડિગ્રી સેલ્સિયન્સ તાપમાનમાં દારૂ મિનિટોમાં જ ઠંડો થઈ જતો પછી આરોપીએ ઓરેન્જ, વરીયાળી, વિસ્કી ટેસ્ટ અને સ્મોકી ટેસ્ટ જેવા એસેન્સ પણ રાખ્યા હતા. જેને ગ્રાહકોની માંગ મુજબ ફ્લેવ૨માં દારૂ બોટલમાં ભરી વેચતો હતો. હાલ આરોપીને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલા શખ્સે ગુગલ પ૨થી દારૂ બનાવવાનો પ્લાન બનાવ્યા બાદ પોશ વિસ્તા૨માં ભાડાનું મકાન શોધવાનું શરૂ ર્ક્યુ હતું. કા૨ણ કે પોશ વિસ્તા૨માં કોઈ દેશી દારૂની ભઠી અંગે શંકા ન કરે. જેથી આરોપીએ કાલાવડ રોડ પ૨ આવેલા ૨વિપાર્ક પાછળ નિલકંઠ પાર્ક શેરી નં.4માં સાંઈધામ નામનું મકાન મૂળ માલિક પાસેથી ભાડે રાખ્યું હતું. આરોપીએ કેમિકલનો વ્યવસાય ક૨વો છે તેમ કહી મકાન ભાડે રાખ્યુ હતું. પરંતુ તેમાં આધુનિક ભઠ્ઠી ખોલી દારૂ બનાવવા લાગ્યો હતો. મકાન માલિકને પણ આ અંગે જાણ નહોતી. સામાન્ય રીતે દેશીદારુ બને એટલે તેમાં હલકી ગુણવતાનો ગોળ નાખવાથી આસપાસ ખુબ જ દુર્ગંધ આવે છે પણ આનો ઈલાજ પણ તેને શોધી કાઢ્યો જેમાં દારૂના આથામાં ગોળનો ઉપયોગ થાય તો આસપાસના લોકોને તેની ગંધ આવી. દારૂની ગંધ ન આવે તે માટે આરોપી સંજયસિંહ ગોળને બદલે ખાંડ નાખી દારૂ બનાવતો હતો.આમ દેશીદારૂની ચીલાચાલુ નહી પરંતુ આધુનિક અડ્ડા પર પોલીસે દરોડો પાડી અને ટેકનોલોજીનો તાલમેલ ખુલ્લો પાડી દીધો છે.