Mysamachar.in-રાજકોટ
રાજકોટ યુનિવર્સિટી પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. જેમાં બે શખ્સની ધરપકડ કરી છે. આ બંને ગ્રાહક પાસેથી 2 હજાર પડાવી દેહવ્યાપાર કરતી યુવતીને 800 રૂપિયા જ આપતા હોવાનું પણ સામે આવ્યું છે, રાજકોટ ગાંધીગ્રામ 2 (યુનિવર્સિટી) પોલીસ દ્વારા શહેરના યુનિવર્સિટી રોડ પર શુભધારા કોમ્પલેક્ષ મયુર ભજીયા ઉપર બીજા માળે આવેલા લક્ઝરિયસ સ્પામાં રેઇડ કરી સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું પકડી પાડ્યું છે.
પકડાયેલા આરોપીની પૂછપરછમાં આરોપીઓ ગ્રાહક પાસેથી રૂપિયા 2000 વસુલતા હતા. જેમાંથી 800 રૂપિયા યુવતીને આપી બાકીની રકમ પોતે રાખતા હતા. સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરી પોલીસે સ્પા સંચાલક નૈતિક કાનકડ અને ગ્રાહક વિનોદ ડઢાણીયાને પકડી પાડ્યા છે. જ્યારે અન્ય એક સ્પા માલિક અશ્વિન ચનીયારાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સ્પા ખાતે પોલીસને 4 યુવતી મળી આવી હતી. જેને પોલીસે મુક્ત કરાવી હતી.