Mysamachar.in-રાજકોટ
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યુ ડે સ્પામાં ગતસાંજે કેટલાક યુવક યુવતીઓ દારુની મહેફિલ માણી રહ્યા હતા. જે બાદ બોલાચાલી થતા અંદરોઅંદર મારામારીની ઘટના સામે છેક પોલીસ સુધી પહોચી છે, અરે ત્યાં સુધી બોલાચાલી થઇ કે કાચની બોટલ વડે એકબીજા પર હુમલો કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં ન્યુ ડે સ્પામાં કામ કરતા કેટલાઇ બહારના રાજ્યની યુવક યુવતીઓ દારુની મહેફિલ માણતા હતા. આ મહેફિલ દરમિયાન કોઇ બાબતે એકબીજા સાથે અંદરોઅંદર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ એકબીજા પર કાચની બોટલ વડે સામસામે હુમલો કર્યો હતો. આ ઘટનાની ગાંધીગ્રામ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં પ્રાથમિક તપાસમાં દારુની મહેફિલ દરમિયાન મારામારી થયા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પાસેથી પ્રાથમિક રીતે જાણવા મળ્યા બાદ સ્પામાં દારુની મહેફિલ કરી બોલાચાલી થતા અંદરોઅંદર મારામારી કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને 3 યુવતી સહિત કુલ 4 લોકો સ્થળ પરથી નશાની હાલતમાં મળી આવતા તેમની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેનીય છે કે, સ્પામાં કામ કરતી યુવતી દ્વારા દારુના નશામાં સિવિલ હોસ્પિટલમાં પણ હંગામો મચાવતા હંગામો મચાવતી યુવતીને બાંધવાની ફરજ પડી હતી.હવે પોલીસ આ મામલે સત્ય શું તેની તપાસ કરી રહી છે.