Mysamchar.in-રાજકોટ
ક્યાંક મસાજ પાર્લરના ઓથા હેઠળ દેહવ્યાપારના ધંધાઓ ધમધમી રહ્યા છો, તો ક્યાંક એકલ દોકલ ફ્લેટ કે મકાનો ભાડે રાખી તેમાં દેહવિક્રીયના ગોરખધંધાઓ ચાલી રહ્યા છે, આવા જ એક સેક્સ રેકેટનો પર્દાફાશ રાજકોટ પોલીસે કર્યો છે, જેમાં એક મહિલા બહારથી યુવતીઓને બોલાવતી જયારે તેના પુત્રો ગ્રાહક શોધી લાવતા તો એક ગ્રાહક દીઠ 1500 વસુલવામાં આવતા અને 500 રૂપિયા જ લલનાઓને આપવમાં આવતા હતા,
રાજકોટ શહેરના જાગનાથ પ્લોટ શેરી નંબર 15 માં આવેલા વીણા એપાર્ટમેન્ટના પ્રથમ માળે દેહ વ્યાપારનો ધંધો રીટાબેન નામની મહિલા ચલાવતી હોવાની બાતમી પ્રદ્યુમન નગર પોલીસને મળી હતી. તો સાથે જ રીટાબેનનો દીકરો ધવલ તથા સંજય પટેલ નામનો વ્યક્તિ ગ્રાહક શોધીને ગ્રાહક મોકલાવતો હોય તે પ્રકારની ચોક્કસ બાતમી મળી હતી.જે બાતમીની ખરાઇ કરવા માટે પ્રદ્યુમન નગર પોલીસ મથકના પી.એસ.આઇ કે. ડી. પટેલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. આ સમયે ઘટના સ્થળ પર રીટાબેન છેલ્લા મહિનાથી ફ્લેટ ભાડે રાખી દેહવ્યાપાર ચલાવતા હોવાનું જણાઈ આવ્યું હતું.
ફ્લેટની અંદર તપાસ કરતા સિક્કિમ તેમજ મૂળ બેંગ્લોરની એમ બે જેટલી સ્ત્રીઓ તથા મિતુલ વિરાણી નામનો ગ્રાહક પણ મળી આવ્યો હતો. ફ્લેટમાંથી કોન્ડમ, રોકડ રૂપિયા, મોબાઈલ ફોન સહિત કુલ 22800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં રીટાબેન નામની મહિલા ગ્રાહકો પાસેથી 1500 રૂપિયા લેતી હતી. જે પૈકી ગ્રાહક દીઠ તે માત્ર ભોગ બનનાર મહિલાઓ ને 500 રૂપિયા જ ચૂકવતી હતી. ગ્રાહક તેનો પુત્ર ધવલ તથા સંજય ઉર્ફે હિરેન પટેલ ગોતી લાવતા હતા.પોલીસએ આરોપીઓ વિરુદ્ધ immoral traffic prevention act 1956 ની કલમ 3,4,5 મુજબ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

























































