Mysamachar.in-રાજકોટ
એક બાદ એક રાજ્યમાં જુદા જુદા જીલ્લાઓમાંથી નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે, થોડા દિવસો પહેલા એક મહિલા ઉચ્છ અધિકારી બની ફરી રહ્યાનો મામલો સામે આવતા રહે છે, એવામાં જામનગરની એક ખાનગી કંપનીમાં ન્યુટ્રીશન ઓફીસર તરીકે કામ કરતો યુવક છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ કોરોના કંટ્રોલરૂમમાં આઈપીએસ અધિકારી બની ફરી રહ્યાની માહિતી રાજકોટ ક્રાઈમ બ્રાંચને મળતા આ નકલી અધિકારીનો ભાંડાફોડ થયો છે,
રાજકોટ સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં આવેલા કોરોના કન્ટ્રોલ રૂમ ખાતે છેલ્લા ચારેક દિવસથી આવી સંકેત રાજકુમારભાઇ મહેતા નામનો યુવાન પોતે મહારાષ્ટ્ર કેડરના IPS અધિકારી છે તેવી ઓળખ આપી આઇકાર્ડ બતાવી સ્ટાફ પર રોફ જમાવતો હતો. પોતાના બનેવીના કાકાને કોરોના થયો હોય અને તે કોવિડ સેન્ટરમાં દાખલ હોવાથી તેના પર બરાબર ધ્યાન આપવા તબીબ સહિતના સ્ટાફને ભલામણ કરતો હતો. તબીબ સાથે ફોન પર વાત કરી સગાની તબિયત અંગે પણ પૂછપરછ કરતો હતો. ચારેક દિવસથી આવું થતું હોવાથી આ અંગે ક્રાઇમ બ્રાંચના PSI વી. જે. જાડેજાને બાતમી મળતાં ખરાઇ કરી તેને ઝડપી લેતાં તે IPS અધિકારી નહિ પરંતુ નેશ્લે કંપનીનો ન્યુટ્રીશિયન ઓફિસર હોવાનું ખુલતાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
કોરોના કન્ટ્રોલ રૂમ ખાતે એક 23-24 વર્ષનો યુવાન આવે છે અને પોતે IPS અધિકારી હોવાની ઓળખ આપે છે તેમજ આઇકાર્ડ પણ બતાવે છે. સંકેતે પોતે IPS હોવાનું કહી આઇકાર્ડ પણ બતાવ્યું હોવાથી કોરોના કન્ટ્રોલ રૂમમાં જે કોઇ પણ સ્ટાફ ફરજ પર હોય હોદ્દાને માન આપી સંકેત આવે ત્યારે તેને ખુરશી પણ બેસવા આપતો હતો. સંકેત પણ પોતાનું પાનુ ચાલી ગયું તેમ સમજી પછી તો ડોક્ટર સહિતને ઘરે બેઠા ફોન કરીને પણ પોતાના સગાના ખબર પૂછતો હતો અને તેનું બરાબર ધ્યાન રાખવા, સારામાં સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા ભલામણો પણ કરતો હતો. સંકેતે બનાવેલા કાર્ડમાં ઇન્ડિયન પોલીસ સર્વિસ એન્ડ ટ્રેનિંગ, મિનીસ્ટ્રી ઓફ પર્સનલ પી જી એન્ડ પેન્શન્સ એવા હોદ્દા લખેલા છે.
આ કાર્ડ 1 સપ્ટેમ્બર 2020ના રોજ ઇશ્યુ થયાની અને ઓગષ્ટ 2022 સુધી વેલિડ હોવાનું પણ કાર્ડમાં લખેલું છે. સંકેતે 2019માં GPSCની પરીક્ષા પણ આપી હતી. પરંતુ સફળતા મળી નહોતી. હાલ જામનગર નેશ્લે કંપનીમાં ન્યુટ્રીશીયન ઓફિસર તરીકે નોકરી કરે છે. કાર્ડમાં ઇન્ડિયન પોલીસ સર્વિસ-ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગનો હોદ્દો લખેલો છે. આરોપી સંકેત દ્વારા online google માં સર્ચ કરી આઇપીએસ અધિકારીનો સિમ્બોલ મેળવી તેના નામનું બોગસ બનાવટી કાર્ડ પોતાના નામ તથા ફોટાવાળું બનાવાયું. આરોપી સંકેત દ્વારા online google માં સર્ચ કરી આઇપીએસ અધિકારીનો સિમ્બોલ મેળવી તેના નામનું બોગસ બનાવટી કાર્ડ પોતાના નામ તથા ફોટાવાળું બનાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યા બાદ પોલીસ આ શખ્સની વિશેષ પૂછપરછ કરી રહી છે.