Mysamachar.in-રાજકોટ
રાજ્યમાં દારૂ સાથે સાથે અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી પણ વધી રહી હોય તેમ લાગે છે, કારણ કે કયાંક થી ડ્રગ્ઝ તો ક્યાંક થી ગાંજા સહિતના નશીલા પદાર્થોનું મળી આવવું યુવાધન વધુ પડતું નશાના વાદે ચઢી રહ્યું હોય તેમ લાગે છે, રાજકોટ રૂરલ SOGની ટીમ ગોંડલમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ગોંડલમાં રામદ્વાર પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલો સોયેબ અશરફ તેલીને અટકાવી તલાસી લેતા તેના કબ્જામાંથી 10 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા તેને દબોચી લેવાયો હતો.પકડાયેલો સોયેબ ગોંડલમાં કટલેરીની દુકાન ધરાવે છે.
અને ઝડપથી રૂપિયા કમાવવા માટે સુરતથી ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ વેચાણ કરે તે પૂર્વે પોલીસની ઝપટે ચડી ગયો છે. પકડાયેલા સોયેબને ગોંડલ પોલીસના હવાલે કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે. પોલીસે આરોપી પાસેથી 10 કિલો ગાંજો જેની કિંમત રૂપિયા 1,00,000 થાય જે કબ્જે કરી જથ્થો સુરતમાં કોની પાસેથી લાવી ગોંડલમાં કોને ડીલેવરી આપવાની હતી તે તમામ બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.