Mysamachar.in-રાજકોટ
દિવસે ને દિવસે વધી રહેલ માર્ગ અકસ્માતની ઘટનામાં વધુ એક અકસ્માત સામે આવ્યો છે, જેમાં કપાસ ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકો જીવતા ભૂંજાઈ ચુક્યા હોય અરેરાટી વ્યાપી જવા પામી છે, મળતી વિગતો મુજબ રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વહેલી સવારે આ અકસ્માત સર્જાયો છે. ગોંડલના બિલિયાળાના પાટિયા પાસે કપાસ ભરેલી ટ્રક અને i 10 કાર વચ્ચે અકસ્માત સર્જાતાં જ બંને વાહનોમાં આગ લાગી હતી. આગ લાગતાં i10 કારમાં સવાર 3 લોકોના મોત થયાનું જાણવા મળે છે, બનાવની જાણ થતાં ગોંડલ નગરપાલિકાનાં એમ્બ્યુલન્સ, હાઇવે ઓથોરિટી અને ગોંડલ તાલુકા પોલીસ અને 2 ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી વાહનો પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી અને ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇવે ક્રોસ કરી રહી હતી. કારમાં ગોંડલનો પરિવાર સવાર હતો.