Mysamachar.in-રાજકોટ
આજના સમયમાં સબંધોની મર્યાદા કયાંક ને ક્યાંક લોકો ભૂલી રહ્યા છે, અને સબંધોની ના ઓળંગવી જોઈતી મર્યાદાઓ પણ ઓળંગ્યા બાદ તેના પરિણામો કેવા વિપરીત હોય છે તેના કિસ્સાઓ સામે આવતા રહે છે, આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે પરિવારોને વિખેરાઈ જવાનો વારો આવ્યો છે, આ કિસ્સામાં એક મામાએ તેના ભાણેજની હત્યા કરી નાંખી છે. ભાણેજના મામી સાથેના પ્રેમ સબંધ હોવાથી મામાએ ભાણેજની હત્યા કરી હોવાનું ખુલતા સબંધોના રકાસનો આ કિસ્સો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, વાત કાઈક એવી છે કે થોડા દિવસ પૂર્વે રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકાના કેરાળી ગામની સીમમાં આવેલ એક કુવામાંથી એક યુવકની લાશ મળી આવી હતી. વીરપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આ બાબતે કઈક શંકાસ્પદ લગતા વિશેષ તપાસ હાથ ધરી હતી, જેમાં કેટલાક ચોકાવનાર બાબતો સામે આવી છે,
વીરપુરના કેરાળી ગામના વજુભાઇ ભીખાભાઇ બાલધાની વાડીમાં છેલ્લા 4 વર્ષથી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રહેવાસી એવા નિલેશ રણછોડ વસાવા અને તેની પત્ની કૈલાશ બંને ખેત મજુરી કરતા હતા. સાથે તેમની એક પુત્રી અને 3 મહિનાનો પુત્ર સાથે રહેતા હતા. એવામાં તારીખ 27 ના નવેમ્બરના રોજ નિલેશ તેના ઘરેથી ગુમ થયો હતો તેવી ફરિયાદ નિલેશની પત્ની કૈલાશે વીરપુર પોલીસમાં નોંધાવી હતી. જેના આધારે વીરપુર પોલીસે તપાસ કરતા નિલેશની લાશ ત્યાં થોડે દૂર આવેલ રણછોડભાઈ રામોલીયાના ખેતરના કુવામાંથી મળી આવેલ હતી. વીરપુર પોલીસે પ્રથમ તો અકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરી હતી. વીરપુર પોલીસે નિલેશના મોબાઈલના કોલ ડિટેઈલ ઉપરથી ઊંડી તપાસ કરતા નિલેશની હત્યા તેના જ બાજુના ખેતરમાં રહીને ખેત મજૂરી કરતા તેના કૌટુંબિક મામા વિનુ દીપસિંહ વસાવાએ કરી હોવાનું સામે આવ્યું હતું.
વીરપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આગળ વધારી હતી અને હત્યાના ગુનામાં વિનુ દીપસિંહ વસાવાની ઘરપક્ડ કરીને કાયદેસરની કર્યવાહી શરૂ કરી હતી. નિલેશના મોબાઈલમાંથી વારંવાર એક જ મોબાઈલ નંબર ઉપરના કોલ અને લોકેશન વગેરેને લઈને વીરપુર પોલીસે વધુ ઊંડી તપાસ કરતા આ મોબાઈલ નંબર કોઈ મહિલાનો હોવાનું જાણવા મળ્યું હતું. જે મુજબ તપાસ કરતા આ નંબર તેની બાજુની વાળીમાં કામ કરતા તેના કૌટુંબિક મામા વિનુ દીપસિંહ વસાવાની પત્નીનો હતા. જયારે આ બાબતે વીરપુર પોલીસે વધુ કડક અને ઊંડી તપાસ કરતા હત્યાનો સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ભાણેજની હત્યા કરનાર મામા વિનુને ખબર પડી ગઈ હતી કે, તેની પત્નીને તેના કૌટુંબિક ભાણેજ નિલેશ સાથે પ્રેમ સબંધ છે, જેની જાણ થતા જ મામાએ તેના ભાણેજને મોતના ઘાટ ઉતારવા માટે નક્કી કરી લીધું અને પછી પ્લાન બનાવીને તેને મોતને ઘાટ ઉતાર્યો કર્યો.
જયારે મામા વિનુ દીપસિંહ વસાવાને ખબર પડી કે, તેના ભાણેજને તેની પત્ની અને મામી સાથે પ્રેમ સબંધ છે, ત્યારે મામાએ ભાણેજ નિલેશને મારવા માટે તે જ્યાં રહેતા હતા ત્યાં નજીક આવેલ રણછોડભાઈ રામોલીયાની વાડીએ બોલાવ્યો અને ત્યાં તેની સાથે દારૂ પીધો અને નિલેશને ખૂબ જ દારૂ પીવડાવીને તેને દારૂના નશામાં ચૂર કરી દીધો. દારૂના નશામાં ચૂર નિલેશ જ્યારે ભાન ભૂલી ગયો અને આ તકનો લાભ લઈને કેવી રીતે મામાએ ભાણેજની હત્યા કરી? જયારે મામા વિનુ દીપસિંહ વસાવાને ખબર પડી કે, તેના ભાણેજને તેની પત્ની અને મામી સાથે પ્રેમ સબંધ છે,
ત્યારે મામાએ ભાણેજ નિલેશને મારવા માટે તે જ્યાં રહેતા હતા ત્યાં નજીક આવેલ રણછોડભાઈ વેલજીભાઇ રામોલીયાની વાળીએ બોલાવ્યો અને ત્યાં તેની સાથે દારૂ પીધો અને નિલેશને ખૂબ જ દારૂ પીવડાવીને તેને દારૂના નશામાં ચૂર કરી દીધો. દારૂના નશામાં ચૂર નિલેશ જ્યારે ભાન ભૂલી ગયો અને આ તકનો લાભ લઈને મામાએ ભાણેજને ખેતર પાસે આવેલ કૂવામાં ધક્કો માર્યો હતો. નિલેશ કૂવામાં પડીને મૃત્યુ પામ્યો હતો. આમ, મામી અને ભાણેજના અનૈતિક પ્રેમ સબંધનો કરુણ અંજામ આવ્યો અને સબંધોની હત્યા થઇ છે.પોલીસે આ મામલે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.