Mysamachar.in-રાજકોટ
રાજ્યમાં ભલેને દારૂબંધી હોય પણ જેને દારુ ઘુસાડવો છે તે દારુ ઘુસાડી દે અને અવનવી તરકીબથી છુપાવી પણ દે છે, આવું જ રાજકોટમાં થયું જ્યાં પોલીસ પણ થોડીવાર માટે દંગ રહી ગઈ કારણ કે પોલીસે જે ઘરમાં દારુ છુપાવવામાં આવ્યો હોવાની બાતમી પરથી દરોડા પાડ્યા તે ઘરમાં એવી એવી જગ્યાએ મોંઘીદાટ દારૂની બોટલોનો જથ્થો નીકળી પડ્યો….. યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક પાસેના ફલેટમાં દરોડો પાડી મુળ યુપીના અને ડ્રાઇવીંગ કરતાં શખ્સને રૂપિયા 1,75,060 ના દારૂ-બીયરના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે,
જે જગ્યાએ પોલીસે દરોડા કર્યા તે ફલેટમાં કબાટ, પેટી પલંગમાં દારૂ-બીયરનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો, ઝડપાયેલ શખ્સ યુપી તરફ ગાડી લઇને ગયો ત્યારે ત્યાંથી દિવાળીમાં કમાઇ લેવાના ઇરાદે માલ ભરી લાવ્યો પણ તે દારૂનું વેચાણ કરે તે પૂર્વે જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે, સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક પામસીટી એ-બિલ્ડીંગ ફલેટ નં. 1201માં રહેતાં શખ્સના ફલેટમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. ફલેટની દિવાલ, કબાટ અને પેટી પલંગની અંદરથી રૂ. 1,55,660 નો 260 બોટલ દારૂ તથા રૂ. 14400ના 144 બીયરના ટીન મળતાં કુલ પોણા બે લાખનો દારૂ બીયર કબ્જે કરી અજીતસિંગ તેવટીયાની ધરપકડ કરી હતી.
ઝડપાયેલ શખ્સ ડ્રાઇવીંગનું કામ કરે છે અને મુળ યુપીના હાથરસમાં આવાસ વિકાસ કોલોનીમાં રહે છે. યુપીથી ગાડી લઇને રાજકોટ આવ્યો હતો ત્યાંથી દારૂ-બીયરનો જથ્થો લાવ્યો હતો. પોલીસે મેકડોવેલ્સ નંબર-1, બ્લેન્ડર્સ પ્રાઇડ, સિગ્નેચર, રોયલ ચેલેન્જ, મેજીક મોમેન્ટ, ધ રોકફોર્ડ, રોયલ સ્ટેગની બોટલો તથા કિંગફીસર, હેવર્ડસના બીયરના ટીનનો જથ્થો કબાટ અને પેટી પલંગમાંથી કબ્જે કર્યો હતો.