Mysamachar.in-રાજકોટ
આપણે ત્યાં કેટલાક લોકો સામેવાળા પર બહુ જલ્દીથી વિશ્વાસ કરી લઇ અને અને પોતાની ઓળખના પુરાવાઓ સહી સાથે આપી દેતા હોય છે, પણ આવું કયારેક મુસીબત બને શકે છે, આવા જ ડોક્યુમેન્ટના આધારે એક મોટું કહી શકાય તેવું કૌભાંડ જેતપુરમાં સામે આવ્યું છે. એક શખ્સે અસંખ્ય લોકોના ડોક્યુમેન્ટ ઉપર બાઈક લઇને વેચી નાખ્યા હતા ને રોકડી કરી લીધી હતી.
રાજકોટ SOG એ મળેલ માહિતીને આધારે જેતપુરના એક શખ્સને પકડી પડ્યો અને આગવી ઢબે પૂછપરછ કરતા તેની પાસે થી 9 લાખ રૂપિયાની કિંમતના 17 જેટલા મોટરસાયકલ પકડી પાડ્યા, જેમાં હોન્ડા સ્પ્લેન્ડર 8, હોન્ડા એકટીવા 8 એક રોયલ એન્ફિલ્ડ બુલેટ કબ્જે કરેલ હતું. આ તમામ વાહનો તેણે ભલા ભોળા લોકો પાસેથી તેમના ઓળખ દસ્તાવેજ જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, વગેરે લઈ ને તેનો ઉપયોગ વાહનની લોન લેવામાં કરતો અને પછી જે વાહન તેણે લોન ઉપર લીધું હોય તેને તે બજારમાં ખુબ જ ઓછી કિંમતે વેચીને રોકડી કરી લેતો હતો, અને તે પૈસા મોજ શોખમાં વાપરતો હતો.
જેતપુરનો રહેવાસી સરફરાઝ મુસાભાઇ ખેડારા આ એક માસ્ટર માઈન્ડ છે, તે લોકોને ભોળવીને તેના ઓળખ ના ડોક્યુમેન્ટ મેળવી પછી તેના નામેં લોન ઉપર વાહન ખરીદતો હતો, જે નવું વાહન લોન ઉપર છોડાવ્યું હોય તને તે બજારમાં ખુબ ઓછી કિંમતે વેચી નાખતો અને તેની રોકડી કરી લેતો હતો. સરફરાજ પાસેથી પોલીસે અત્યાર સુધી માં 9 લાખ રૂપિયાની કિંમતના 17 જેટલા આવા મોટરસાયકલો કબ્જે કર્યા છે. જે લોકોને છેતરીને તેના નામના દસ્તાવેજ લઈને ખોટી લોન સાથે તેને જેને છેતર્યા છે તેવા લોકો સામે આવ્યા છે. પણ આ કિસ્સો એ લોકો માટે લાલબતી સમાન ચોક્કસ છે જે પોતાની ઓળખના પુરાવા અજાણ્યા ઇસમોને આપી અને બિન્દાસ્ત બની જાય છે.