Mysamachar.in-રાજકોટ
રાજકોટ જિલ્લાના ગોંડલ-જૂનાગઢ હાઇવે પર એક મારૂતિ કારનો ગમખ્વાર અકસ્માત થતા ઘટનાસ્થળે જ બે વ્યક્તિનાં મોત નીપજ્યાના અહેવાલ મળી રહ્યા છે, ગોંડલ-જૂનાગઢ હાઇવે પર મારુતિ 800 કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. કારની સ્થિતિ જોતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ કારના ચાલકની ઓળખાણ થઈ શકી નહોતી
આ અકસ્માતમાં GJ03AB5461 આરટીઓ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી મારૂતિ 800 કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. કારની ટક્કર એટલી ખતરનાક હતી કે કારનું પડીકું વળી ગયો હતો. જેના પગલે કારમાં સવાર 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.