Mysamachar.in-રાજકોટ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમને બાતમી મળી હતી કે શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા હેવન ડ્રીમ વેલનેસ સ્પાની આડમાં કુટણખાનું ચાલે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાના સ્થળે તપાસ હાથ ધરતા ગોરખધંધા ચાલતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદમાં ક્રાઇમ બ્રાંચની ટીમે સ્પાના સંચાલક સની ભોજાણીની ધરપકડ કરી છે.
સની ભોજાણી તેના હેવન ડ્રીમ વેલનેસ સ્પા કે જે યુનિવર્સિટી રોડ પર આવેલું છે ત્યાં બહારની સ્ત્રીઓને રાખી વેશ્યાવૃત્તિ માટે ગ્રાહકો પાસેથી પૈસા લઈ કમિશન મેળવતો હતો. સંચાલક સની ભોજાણી ગ્રાહકો પાસે વધુ રૂપિયા વસૂલ કરીને મહિલાઓને ઓછા પૈસા આપતો હતો. પોલીસે સની વિરુદ્ધ The Immoral Traffic (Prevention) Act,1956ની કલમ 3, 4, 5 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.