Mysamachar.in-રાજકોટ
આજના સમયમાં યુવક અને યુવતીઓ એકબીજાના તુરંત સંપર્કોમાં આવી જાય અને એકબીજા પર વિશ્વાસ કરવા લાગતા હોય છે, પણ આવા આંધળા વિશ્વાસનું પરિણામ ક્યારેક ખરાબ આવે છે, તેવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, જ્યાં જામનગરમાં વસવાટ કરતા યુવકે રાજકોટના જસદણની યુવતીને ત્રણ વખત દીવ ખાતે લઇ ગયા બાદ શરીરસબંધ બાંધી મૂકી દેતા આ મામલે અંતે યુવતીએ જામનગરના એ યુવક સામે રાજકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,
રાજકોટમાં કોન્ટ્રાકટ બેઈઝ પર નોકરી કરતી જસદણ પંથકની યુવતી બસમાં અપડાઉન કરતી હતી ત્યારે તેણીએ બનાવેલા ભાઈના મોબાઈલમાં વિડીયો કોલ દરમિયાન ભાઈના જામનગર રહેતાં મિત્ર કેતનના સંપર્કમાં આવતાં ધર્મના ભાઈએ તેની સાથે ફ્રેન્ડશીપ કરાવી આપતા જામનગરના શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી ત્રણ વખત દિવ લઈ જઈ હોટેલમાં શરીર સંબંધ બાંધી લઈ છેલ્લે તારી જ્ઞાતિ અલગ છે એટલે લગ્ન ન થઈ શકે તેમ કહી તરછોડી દેતાં યુવતિએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે ભોગ બનેલી યુવતિની ફરિયાદ પરથી જામનગર સત્યમ્ કોલોનીમાં રહેતાં કેતન પટેલ નામના યુવક સામે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દિવ લઈ જઈ હોટેલમાં શરીર સંબંધ બાંધી લઈ બાદમાં લગ્ન ન કરી વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો હતો.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું જસદણથી રાજકોટ સરકારી નોકરીના ટ્યુશન કલાસ માટે બસમાં આવતી હતી. ત્યારે રાજુભાઈ કે જેને મે ભાઈ બનાવ્યા હતા. તેમણે કેતન સાથે મારી ઓળખાણ કરાવી હતી. ત્યારપછી સપ્ટેમ્બર-2019માં કેતન રાજકોટ આવેલ અને અમે મળ્યા હતા. એ પછી કેતને મને ફોન કરી રાજકોટ ગોંડલ રોડ ચોકડીએ બોલાવતાં હું અને મારી બહેન ત્યાં ગયા હતા. કેતન તેની કારમાં આવ્યો હતો સાથે રાજુભાઈ પણ હતો. મને અને મારી બહેનને તેઓ દિવ લઈ ગયા હતા. સતત બે દિવસ મને ભોળવીને મારો લાભ લઇ લેતો. બાદમાં બહેનના લગ્ન નજીકમાં હોઇ,
બાદમાં આપણા લગ્નની વાત મારા માતા પિતાને કરી લઈશ એમ કહીને મને ભોળવી હતી. ત્યાર પછી પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં મને દીવ લઇ ગયો હતો અને દુષ્કર્મ કર્યું હતું એવું ફરિયાદમાં જાહેર થયું છે.પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

























































