Mysamachar.in-રાજકોટ:
રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલા કેન્સર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવી છે ત્યારે આજરોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા 200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલનું ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યના સીએમ વિજય રૂપાણીએ એક નિવેદન આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 2022 પહેલા રાજકોટ ખાતે બની રહેલી AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. AIIMSનું લોકાર્પણ થતા રાજકોટ ખાતે જ ઉચ્ચકક્ષાની તબીબી સુવિધાઓ મેળવી શકાશે. મહત્વનું છે કે એઇમ્સ શરુ થતાની સાથે જ રાજકોટ ખાતે ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર ઉપલબ્ધ બનશે.