Mysamachar.in-રાજકોટ
જમીનનો કજીયો વધુ એક વખત લોહીયાળ બન્યો હોય તેવી એક સનસનીખેજ ઘટના રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના દેતડીયામાં સામે આવી છે, જ્યાં ગામના સરપંચે જ તેના કૌટુંબિક ભાઈની હત્યા કરી હોવાની ઘટના બની છે. જમીન મામલે સરપંચે 3 ગોળી મારી કૌટુંબિક ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.ઘટનાની પ્રાથમિક મળી રહેલી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના દેતડીયા ગામમાં સરપંચે જમીન મામલે તેના કૌટુંબિક ભાઈની હત્યા કરી છે.
સરપંચ વિજય વાળાએ જમીન મામલે જસદણના ઈશ્વરીયા-સાણથલી માર્ગ પર તેના કૌટુંબિક ભાઈ ભરતભાઈ વાળાને માથાના ભાગે 3 ગોળીઓ ધરબી દીધી હતી. આ ઘટનામાં ભરતભાઈ વાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં કોટડાસાંગાણી LCB અને SOG પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.હત્યા કર્યા બાદ પોતે જ પોલીસ સમક્ષ હાજર થયાનું પણ જાવા મળે છે.