Mysamachar.in-રાજકોટ
રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વારંવાર નશીલા પદાર્થોની હેરાફેરી સહિતની બાબતો પ્રકાશમાં આવતી હોય છે, પણ આ વખત વાત થોડી અચરજ પમાડે તેવી એટલા માટે છે કે રાજકોટ શહેર એસ.ઓ.જી દ્વારા રામનાથ પરા સ્મશાન પાસે આવેલ જાહેર શૌચાલયમાં થી બે શખ્સોને પ્રતિબંધિત ગાંજા સહીતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
એસ.ઓ.જીની પ્રાથમિક પૂછપરછમાં બીપીન તેમજ મોહસીને કબુલાત આપી કે તેઓ જાહેર શૌચાલયમાં પ્રતિબંધિત ગાંજાનું વેચાણ કરતા હતા જેના કારણે તેઓ અત્યાર સુધી પોલીસ પકડમાં આવ્યા નહોતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મોહસીન એક દિવસના બીપીનને વેચાણ માટે રૂપિયા 300 આપતો હતો. મોહસીન પાસેથી ગાંજાની પ્રતિબંધિત 95 જેટલી પડીકી ઝડપી પાડવામાં આવી છે જ્યારે કેબીન પાસેથી પ્રતિબંધિત ગાંજાની 25 જેટલી પડીકી પકડી પાડવામાં આવી છે.બંને આરોપીઓ લૉકડાઉન શરૂ થયા બાદ ધંધો રોજગાર ન મળવાના કારણે આ પ્રકારના ધંધામાં જોડાયા હોવાનું જણાવી રહ્યા છે.