Mysamachar.in-રાજકોટ
સોશ્યલ મીડિયાના આજના યુગમાં કોઈપણ વાતને ફેલાઈ જતા વાર નથી લાગતી, થોડા સમય પૂર્વે સંજ્લા અને તેના કાંડ અને વેવાઈ વેવાણની ઘટના કોઈ ભૂલ્યું નહિ હોય ત્યાં જ રાજ્યમાં પાર્થ અને જયદિપની ઑડિયો ક્લિપે સોશિયલ મીડિયા ગાંડુ કર્યુ છે. ગત રાત્રીથી વાયરલ થયેલી આ ઑડિયો ક્લિપ રાજયના મોટાભાગના સોશિયલ મીડિયા પર જોવા મળી છે. આ ઘટના ગઈકાલે રાત્રે ટ્વીટરના નેશનલ ટ્રેન્ડમાં પણ હતી. જે લોકોએ આ ક્લિપ સાંભળી છે તેમના માટે ઘટના જૂની છે પરંતુ જેમને હજુ સુધી આ ઘટના વિશે માહિતી નથી તેવા લોકો અને ખાસ કરીને બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ ઘટના લાલબત્તી સમાન છે.આ ક્લીપની પુષ્ટિ માયસમાચાર પણ કરતુ નથી.
ગુરૂવારે રાતથી ટ્વીટર પર #રૂમનુંસેટિંગ નામનો એક ટ્રેન્ડ વાયરલ થઈ ગયો છે. આ ઑડિયો ક્લિપમાં જયદિપ નામના મિત્રએ પાર્થ નામના મિત્રને કરેલા ફોનનું રેકોર્ડિંગ છે. ઘટનાની સત્યતા કે સાર્થકતા ચકાસી શકાતી નથી પરંતુ જો ઘટના સાચી હોય તો બહાર ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના સંતાનોને આપેલી છુટછાટ અંગે વધુ એક વાર તપાસ કરી લેવાની જરૂર છે.
જયદિપ : હેલ્લો પાર્થ?
સામેની વ્યક્તિ : કોણ બોલે છે?
જયદિપ : હું જયદિપ… બોલું છું
સામેની વ્યકતિ : હા બોલ..
જયદિપ : તારા જોગ એક કામ હતું… રાજકોટમાં રૂમની વ્યવસ્થા થઈ શકે, એક મિત્રને તેની પ્રેમિકા સાથે એકાંત માણવું છે.
સામેની વ્યક્તિ : એટલે પાર્થ આવા ધંધા કરે છે? હું પાર્થના પપ્પા બોલું છું.
જયદિપ : ના..નાના હું તો મજાક કરતો હતો. ઘણા દિવસોથી પાર્થ સાથે વાત થઈ નથી એટલે. અંકલ હું માફી માંગું છું.
સામેની વ્યક્તિ : એટલે મારે પાર્થને હવે બહાર ન મોકલવોને એ રાજકોટમાં આવા ધંધા કરે છે. તમે લોકો બહાર આવું કામ કરો છો
જયદિપ : ના હું સોરી કહું છું.. હું મજાક કરતો હતો.