Mysamachar.in-રાજકોટ
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં એસીબીએ લાંચિયાઓ પર ધોંસ બોલાવવાની શરૂઆત કરી હોય તેમ એક બાદ એક કેસો સામે આવી રહ્યા છે, એવામાં આજે રાજકોટ મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર લાંચ લેતા એસીબીને હાથે ઝડપાઈ ચુક્યા છે, વિગત એવી છે કે આ કેસના જે ફરીયાદી છે તે મહાનગરપાલિકાની હુડકો વોર્ડ નં.16/ક ની ઓફીસ ખાતે કાયમી સ્વીપર તરીકે ફરજ બજાવતા હોય, તેમની હાજરી બાબતે સેનેટરી ઇન્સ્પેકટર મૃગેશભાઇ આબાદસિંહ વસાવા ઓન ડયૂટી ગણવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂા.7,000 ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે 6,000/- આપવાનો વાયદો થયેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, જેથી રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. ખાતે પોતાની ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ હુડકો વોર્ડ ઓફીસ, રાજકોટ ખાતે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન મૃગેશભાઇ આબાદસિંહ વસાવા ફરીયાદી પાસેથી 6,000/- ની લાંચની રકમ માંગી સ્વીકારી ઝડપાઇ જવા પામત એસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.