Mysamachar.in-રાજકોટ:
અમસ્તું જ આપને ત્યાં વર્ષોથી નથી કેહવાતું કે નશાથી દુર રહેવું જોઈએ, છતાં પણ લોકો એક યા બીજા વ્યસનોના આદિ બની જાય છે, પણ લોકડાઉને બંધાણીઓને સબક શીખવ્યો હોય તેમ લાગે છે, અમુક કિસ્સાઓ એવા ધ્યાને આવ્યા છે જેમાં વ્યસનીઓ પોતાનું વ્યસન છોડવા રાજી થઇ ગયા છે, તો અમુકમાં ત્રણ ચાર ગણા ભાવો આપીને પણ પોતાના વ્યસનો પુરા કરે છે, ત્યારે રાજકોટમાં પાન મસાલાની દુકાન ખોલવા માટે યુવાનોએ શટર પર તલવારના ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે,
રાજકોટના નાનામવા રોડ વિસ્તારમાં અજાણ્યા યુવાનો હાથમાં તલવાર લઈને પાન મસાલાની દુકાને ધસી આવ્યા હતા. અને આ યુવાનોએ દુકાનનાં શટર પર તલવારોનાં ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો. વીડિયો વાઈરલ થતાં પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. અને વાઈરલ વીડિયોનાં આધારે તપાસ શરૂ કરી હતી.

























































