Mysamachar.in-રાજકોટ:
રાજ્યના પોલીસવડા દ્વારા દારુ જુગારની પ્રવૃતિઓ પર તૂટી પડવા માટે તાજેતરમાં જ આદેશ કરવામાં આવ્યા છે, છતાં પણ રાજ્યના અમુક શહેરોમાં દારૂ જુગારની પ્રવૃતિઓ ફૂલીફાલી રહી છે, ત્યારે ગોંડલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાનૂની પ્રવૃતિઓએ માજા મૂકી હોય… કોઈ જાગૃત નાગરિક દ્વારા પોલીસની આંખ ઉઘાડવા બેનરો મૂકવામાં આવ્યા છે.જેમાં દારૂ, જુગાર, વરલી મટકા અને પાઉડરનો વેપાર કરતા તત્વોના નામ સરનામાનો બેનરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુંદાળા ચોકડી, જેલચોક, વોરા કોટડા રોડ સહિત વિવિધ વિસ્તારોમાં બોર્ડ બેનર મુકવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. આ બેનરો હાલ સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયા છે.જો કે આવા બેનરો જાહેરમાં લાગતા પોલીસની કાર્યવાહી સામે સવાલો થાય સ્વભાવિક છે, હવે પોલીસ આ બેનરો લાગ્યા બાદ કેવીક એકસનમોડમાં આવે છે તે જોવાનું છે.