Mysamachar.in-રાજકોટ:
રાજકોટની મધ્યસ્થ જેલ વધુ એક વખત આવી ચર્ચામાં…આ વખતે આ જેલ ચર્ચામાં આવવા પાછળનું કારણ એક દડો છે, પ્રદ્યુમન નગર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જેલના કમ્પાઉન્ડમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતાં હરપાલસિંહ સોલંકી જેલની અંદર રાઉન્ડમાં હતા ત્યારે સેલોટેપનો દડો જોવામાં આવ્યો હતો, જે દડો તેમને કબજે કરી અન્ય અધિકારી બળદેવ રાવળને સોંપ્યો હતો. જે બાદ સવારે જેલ ખોલવાના સમયે દડો તેમણે જેલર સમક્ષ રજુ કરતા દડો ખોલવામાં આવ્યો હતો. જે દડો ખોલતા અંદરથી સેમસંગ કંપનીનો મોબાઈલ તેમજ અન્ય કંપનીનો એક મોબાઇલ તો સાથે જ બે ચાર્જર તેમજ તમાકુનો જથ્થો મળતા જેલના અધિકારીઓ પણ નવી મોડસ ઓપરેન્ડી જોઈને ચોંકી ઉઠ્યા હતા, મળી આવેલ પ્રતિબંધિત વસ્તુ કબજે કરી એફએસએલમાં મોકલી આપવામાં આવી છે.જો કે આ પૂર્વે પણ આ જેલમાં થી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે.

























































