Mysamachar.in-વડોદરાઃ
ગામડાઓમાં પણ બેંકો દ્વારા એટીએમની સુવિધાઓ આપવામાં આવી રહી છે, શહેરોમાં સિક્યોરિટી વધુ હોવાને કારણે હવે તસ્કરોએ ગામડાના એટીએમને નિશાન બનાવવાનું શરૂ કર્યુ હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા નજીક અનગઢ ગામમાં રાતના સમયે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે એટીએમ તોડવામાં સફળતા ન મળી અંતે લૂંટ કરવા આવેલા શખ્સોએ એટીએમમાં રહેલા સીસીટીવીનો એક કેમેરો તોડી નાખ્યો હતો. બીજા દિવસે સવારે બેંકના કર્મચારીઓને એટીએમ તોડવાનો પ્રયાસ થયો હોવાની જાણ થતા પોલીસમાં જાણ કરવામાં આવી હતી, તો ગામ લોકોને જાણ થતાં કુતુહલવશ ગામલોકો પણ બેંક ખાતે ઉમટી પડ્યા હતા. આ સાથે આ બનાવ અંગેની જાણ નંદેશરી પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને કાર્યવાહી હાથ ધરી હતી.