Mysamachar.in-ગીરસોમનાથ:
રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે. જેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે. તેવી જ વધુ એક ગંભીર ઘટના ગીર સોમનાથના હમીરજી સર્કલ નજીક બની છે. જેમા બે આખલા એક બીજા સાથે બાખડતા એક મહિલાને અડફેટમાં લીધી હતી. આખલાએ મહિલાને અડફેટ લેતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જેને સ્થાનિકો દ્વારા તાત્કાલીક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે.
			
                                

                                
                                



							
                