Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
અગાઉ જામનગરનો જ એક ભાગ હવે પાડોશી એવો દેવભૂમિ દ્વારકા જીલ્લો ખનીજ ચોરીને લઈને જાણીતો જીલ્લો છે, અહી બોક્સાઈટ મોટા પ્રમાણમાં હોવાથી બોક્સાઈટની બેફામ ખનીજ ચોરી થાય છે, અમુક લીઝો કાયદેસર છે તે સમજાયું… પરંતુ તે સિવાય દિવસ રાત બેફામ ખનીજચોરી….જો કે આ બાબત જામનગર માત્ર સ્થાનિક તંત્ર જ નહી પરંતુ ગાંધીનગર સુધી બધા જાણે છે, દેવભૂમિ દ્વારકા જીલ્લો અને તેમાય ખાસ કરીને કલ્યાણપુર પંથક ખનીજચોરો માટે મોકળું મેદાન છે, અને વર્ષે અહીથી જેટલી ચોરીના કેસ સામે આવે છે, તેનાથી વધુ ચોરી તો લગત સીધું ખાતું એવા ખાણ ખનીજ તંત્રની મીઠી નજર હેઠળ થઇ જતી હોવાનું પણ જાણકારો ઉમેરે છે,
બોક્સાઈટ સહિતની કીમતી ખનીજો માટે દેવભૂમિ દ્વારકા ખનીજ માફિયાઓ માટે હોટ ફેવરીટ છે, આ મુદ્દો થોડા સમય પૂર્વે વિધાનસભાના સત્રમાં ખનીજચોરી અંગેના પૂછવામાં આવેલ પ્રશ્નોમાં પણ સામે આવ્યો હતો આ તમામ વચ્ચે અતિ ગંભીર બાબત એ છે કે પંકાયેલા ખનીજ માફિયાઓ દ્વારા તંત્રની આંખમાં ધૂળ નાખીને અને અમુક જે ફૂટી જાય તેને સાથે રાખીને ખનીજચોરી કરવામાં આવી રહી છે, અને આ મોડસ ઓપરેન્ડી હમણાં છેલ્લા કેટલાક દિવસોથી પણ શરુ થઇ છે તંત્રમાં જે ફૂટે એવા છે તેને ફોડી લીધા છે અને નથી ફૂટતા તેની પાછળ માણસોની વોચ અલગ-અલગ પ્રકારે કચેરી અને કચેરી બહાર ગોઠવી દેવામાં આવી છે.
કહેવાય છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લો ખનીજ માફિયાઓ માટે મોકળું મેદાન છે, ક્યારેક તંત્રના હથિયાર પણ હેઠા પડી જાય છે, અને આક્ષેપ ત્યાં સુધી કરવામાં આવ્યો છે કે આવા કૌભાંડો દેવભુમિ દ્વારકાના નામચીન ખનીજ માફિયા દ્વારા કરવામાં આવે છે જે તમામને ઉપર….તેની ઉપર…બધેથી પીઠબળ છે અને આ લોકો અગાઉ પણ કરોડો રૂપિયાના ખનીજ કૌભાંડો કરી ચૂકેલ હોવાનું પણ સુત્રો જાણાવે છે.ગેરકાયદે ખનનને કારણે સરકારની તિજોરીને વર્ષે કરોડોનું નુકશાન થાય છે.ત્યારે તાકીદે આ રીતે થઇ રહેલ બેફામ ખનીજચોરી અટકે તે જરૂરી બન્યું છે.